રિઝર્વ બેંકની MPC બેઠકના પરિણામો આજે જાહેર થઇ ગયા છે. આરબીઆઇ ગવર્નર સંજય મલ્હોત્રાએ આ વિશે માહિતી આપતા જણાવ્યું કે આ વખતે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે વ્યાજ દર જે છે તેજ રાખવામાં આવ્યો છે.

રેપો રેટમાં ફેરફાર નહી 
ઉલ્લેખનીય છે કે છેલ્લી સતત ત્રણ બેઠકોમાં સેન્ટ્રલ બેંકે રેપો રેટમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી અને હાલમાં તે 5.50% પર આવી ગયો છે. એટલે કે તમારી લોનના EMI પર કોઈ અસર થશે નહીં અને તે તમારા બોજમાં ઘટાડો કે વધારો થશે નહી.

શું કહ્યું આરબીઆઇ ગર્વનરે ? 
આરબીઆઇ ગર્વનરએ એમપીસીની બેઠકના પરિણામોની જાહેરાત કરતા કહ્યું કે તહેવારની સિઝન ઇકોનોમી આર્થિક પ્રવૃત્તિઓ માટે ખાસ છે પરંતુ અમેરિકા અને ભારત વચ્ચેના ટેરિફ અંગે હજુ પણ અનિશ્ચિતતા છે. વૈશ્વિક વેપારની સ્થિતિ વિશે વાત કરતા તેમણે કહ્યું કે ભારતમાં RBI એ અર્થતંત્ર વૃદ્ધિ અંગે યોગ્ય પગલાં લીધા છે અને ઇકોનોમી ગ્રોથ હાલમાં મજબૂત છે. રિઝર્વ બેંકના નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે જ્યાં સુધી ભારત-અમેરિકા વચ્ચેના ટેરિફ અંગેનું ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ ન થાય ત્યાં સુધી સેન્ટ્રલ બેંક કંઇ ઉતાવળ કરવાના મૂડમાં નથી.

લોન પર રેપો રેટની અસર
અહીં એ જાણવું મહત્વપૂર્ણ છે કે આ રેપો રેટ ખરેખર શું છે. અને તે તમારી લોનના EMI પર સીધી કેવી અસર કરે છે. તો રેપો રેટ એ વ્યાજ દર છે જેના પર RBI દેશની બધી બેંકોને લોન આપે છે અને તેની વધઘટ સીધી લોન લેતા ગ્રાહકો પર અસર કરે છે. કારણ કે જ્યારે રિઝર્વ બેંક આ રેપો રેટ એટલે કે રેપો રેટ કટ ઘટાડવાનો નિર્ણય લે છે. ત્યારે બેંકોને સસ્તી લોન મળે છે અને તેઓ વ્યાજ દર ઘટાડીને હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોન લેતા ગ્રાહકોને પણ ફાયદો થાય છે.

  • Follow us on: