ભારતીય રિઝર્વ બેન્કે આ નિયમને માનવુ દરેક બેન્કના ખાતા ધારકો માટે ખૂબ જ આવશ્યક છે. તમારા બેંક ખાતાને સક્રિય રાખવા માટે કૃપા કરીને તમારા KYC અપડેટ કરો. બેંક ખાતા સાથે નોંધાયેલા મોબાઇલ વપરાશકર્તાઓને RBI તરફથી WhatsApp પર એક સંદેશ મળી રહ્યો છે જેમાં પૂછવામાં આવી રહ્યું છે કે, શું તમારી બેંકે તમને જાણ કરી છે કે તમારા ખાતા માટે ફરીથી KYC જરૂરી છે? સાથે જ બેન્ક ખાતાને અપડેટ કરવાની પ્રક્રિયા પણ સમજાઇ ગઇ છે.

બેંક ખાતામાં KYC કેવી રીતે અપડેટ કરવું

બેંક ખાતાની KYC અપડેટ કરવા માટે નજીકની બેંક શાખામાં જાવ. જો તમે ગ્રામિણ વિસ્તારમાં રહેતા હોવ તો પંચાયત કેમ્પમાં જાવ. તમારા સાથે આધાર કાર્ડ, મતદાર ઓળખ પત્ર , ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટ, NREGA જૉબ કાર્ડ જેવી ઓળખ પ્રમાણ પત્ર દસ્તાવેજો લઈ જાવ. જો તમારા વિગતોમાં કોઈ ફેરફાર ન હોય, તો માત્ર એક Self-declaration પૂરતી છે. KYC અપડેટ કરવાનો આ અભિયાન ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા શરૂ કરવામાં આવ્યુ છે.

KYC અપડેટ કરવાની છેલ્લી તારીખ છે 30 સપ્ટેમ્બર

ભારતીય રિઝર્વ બેંકનું આ અભિયાન 1 જુલાઈથી શરૂ થયું છે અને 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. RBIના પોસ્ટરમાં સ્પષ્ટ રીતે લખેલું છે કે તમારું KYC અપડેટ કરો અને તમારું બેંક ખાતું સક્રિય રાખો. KYC અપડેટ કરવા માટે જરૂરી દસ્તાવેજોની માહિતી પણ બ્રોશર માં આપી છે. સાથે જ લખેલું છે કે વધુ માહિતી માટે RBIની અધિકૃત વેબસાઈટ https://rbikehtahai.rbi.org.in/ પર વિઝિટ કરો.

  • Follow us on: