RBIએ લોન લેનારા લાખો લોકોને મોટી રાહત આપી છે. જો તમે બિઝનેસ લોન, હોમ લોન કે અન્ય ફ્લોટિંગ રેટ લોન સમય પહેલા ચૂકવી દો છો તો બેંક અથવા નાણાકીય સંસ્થા તમારા પાસેથી કોઇ પ્રિ પેમેન્ટ પેનલ્ટી કે ચાર્જ વસૂલી નહી શકે. આ નિયમ 1 જાન્યુઆરી 2026થી લાગુ પડશે અને સૌથી મોટો લાભ એ લોકોને મળશે જેઓ લોન જલદી ચૂકવવાની યોજના ધરાવે છે.

નિયમની શું છે ખાસવાત ? 
આ નિયમની ખાસ વાત એ છે કે ચૂકવણી તમે કોઇ પણ સ્ત્રોતથી કરી શકો છો. તમારા સેવિંગમાંથી કે પછી અન્ય સંસ્થા પાસેથી લોન લઇને. પેનલ્ટી નહી લાગે. સાથે જ લોક ઇન પીરિયડની બાધ્યતા પણ કાઢી નાંખવામાં આવી છે. આ લોન નિયમ કોની પર લાગુ થશે તે વિશે જાણીએ.
  • હોમલોન, પર્સનલ લોન અને અન્ય નોન બિઝનેસ લોન
  • નાના ધંધાર્થીઓ માટે ફ્લોટિંગ રેટ આધારિત બિઝનેસ લોન
  • લોનની રકમ આંશિક કે પૂર્ણ રૂપથી ચૂકવવામાં આવે, છૂટ લાગુ રહેશે
આ નિયમ કર્મશિયલ બેંકને છોડીને કોઓપરેટીવ બેંક, NBFCs, અને ઓલ ઇન્ડિયા ફાઇનાન્સિયલ ઇન્સ્ટીટ્યુશન પર લાગુ થશે. સ્મોલ ફાઇનાન્સ બેંક, રીઝનલ રૂરુલ બેંક, લોકલ એરિયા બેંત, અર્બન કો ઓપરેટીવ બેંક, NBFC-UL અને ઓલ ઇન્ડિયા ફાઇનાન્સિસ સંસ્થા. આ સંસ્થાઓ માટે 50 લાખ સુધીની લોન પર પ્રિ પેમેન્ટ ચાર્જ નહી લાગે.

કોને થશે સૌથી વધારે ફાયદો?
  • જેણે ફ્લોટિંગ રેટ હોમ લોન લીધી હોય તેમને ફાયદો
  • નાના ઉદ્યોગકારો કે જેઓએ વેપાર માટે બેંક પાસેથી લોન લીધી હોય.
  • જે લોકો લોનની ઇએમઆઇ ઓછી કરવા જલદી પેમેન્ટ કરવા માગતા હોય.
અત્યાર સુધી સમય પહેલા લોનની ચૂકવણી કરવા પર ચાર્જ લેવાતો હતો. જેનાથી લોકોને ફાઇનાન્શિયલ પ્લાનિંગ પર અસર પડતી હતી હતી જે હવે નહી પડે.
કોને નહી મળે લાભ? 

  • સ્મોલ ફાઇનાન્સ બેંક
  • પ્રાદેશિક ગ્રામીણ બેંક
  • સ્થાનિક ક્ષેત્ર બેંકો
  • ટિયર-૪ શહેરી સહકારી બેંકો
  • NBFC–ઉચ્ચ સ્તર (NBFC-UL)
  • ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન