આરબીઆઇની મોનિટરી પોલિસીની મીટિંગ શરૂ થઇ ચૂકી છે. એક ઓક્ટોમ્બરે આરબીઆઇની પોલિસી રેટનુ એલાન કરી શકે છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આરબીઆઇ અનુમાન અનુસાર પોલિસી રેટને હોલ્ડ કરશે કે પછી સામાન્ય જનતાને ફેસ્ટિવ સિઝન પર સરપ્રાઇઝ આપશે, આવો જાણીએ જાણકારોનુ શુ કહેવુ છે.
RBI વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસીની મીટિંગ શરૂ થઇ ચૂકી છે. આ મીટિંગમાં આ વાત પર જોર આપવામાં આવ્યુ કે 1 ઓક્ટોમ્બરે વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં આવે કે નહીં. મોંઘવારીના આંકડાનુ અનુમાન કેટલું આપવામાં આવે, ગ્રોથ કેટલું રહી શકે છે. એનું પણ અનુમાન લગાવવામાં આવશે. પોલ પ્રમાણે એવી પણ સંભાવના જતાવવામાં આવી રહી છે કે આરબીઆઇ વ્યાજ દરોને હોલ્ડ કરી શકે છે. તો બીજીતરફ એસબીઆઇ સહિત સિટી, બાર્ક લેઝ, કેપિટલ ઇકોનોમિક્સે સંભાવના જતાવી છે કે આ વખતે, તમામ અવરોધો છતાં, RBI વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે.
આનો મતલબ એ છે કે આરબીઆઇએ સામાન્ય જનતા માટે વ્યાજ દરોમાં ઘટાડો કરીને સરપ્રાઇઝ આપી શકે છે. જૂન મહિનામાં આરબીઆઇએ પોલીસી મીટિંગ બાદ 50 બેસિસ પોઇન્ટનો ઘટાડો જે રીતે સામાન્ય લોકો માટે મેગા બૂસ્ટર આપવાનુ કામ કર્યુ હતુ. તો તેવી જ રીતે દિવાળી પહેલાં સામાન્ય નાગરિકોને આરબીઆઇ તરફથી સારી ગિફ્ટ મળી શકે છે.
કેપિટલ ઇકોનોમિક્સનુ આ છે અનુમાન
અમેરિકી ટેરિફથી જીડીપી ગ્રોથ પર પડવા વાળી અસર અને સાથે જ મોંઘવારી પર સોફ્ટ આઉટલુક, આરબીઆઈ દર ઘટાડા માટે એક બેઝ તૈયાર કરી રહી છે, જેમાં આવતા અઠવાડિયે અને ડિસેમ્બરમાં બીજો દર ઘટાડાની આગાહી કરવામાં આવી છે.ફુગાવો RBIના 4% લક્ષ્યાંકથી નીચે રહ્યો છે, અને અર્થશાસ્ત્રીઓ અપેક્ષા રાખે છે કે GST દરમાં ઘટાડો ફુગાવામાં વધુ ઘટાડો કરશે. મોટાભાગના અર્થશાસ્ત્રીઓ માને છે કે સંપૂર્ણ વર્ષના વિકાસ દરના અનુમાનમાં સુધારો કરવામાં આવશે અને ફુગાવો ઓછો થશે.
25 બેસિસ પોઇન્ટનો થઇ શકે છે ઘટાડો
એસબીઆઇથી લઇને તમામ એજન્સીનુ માનવુ છે કે આરબીઆઇ એમપીસી વ્યાજ દરોમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરી શકે છે. જેનાથી રેપો રેટ 5.25 ટકા થશે. જો આવું થાય, તો આ વર્ષે વ્યાજ દરમાં 1.25 ટકાનો ઘટાડો થઈ શકે છે. કેટલાક લોકોએ ડિસેમ્બરમાં પણ આવા જ દર ઘટાડાની આગાહી કરી છે. પરિણામે, આ વર્ષે 1.50 ટકાનો દર ઘટાડો જોવા મળી શકે છે.