RBIએ ફોનપે, પેટીએમ, ઝોમેટો, એમેઝોન પે સહિત 32 પેમેન્ટ એગ્રીગેટર્સ માટે નવા નિયમો જાહેર કર્યા છે. પેમેન્ટ એગ્રીગેટર્સને નિયમિત કરવા માટે આ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે, જે તરત જ લાગૂ પણ થઇ ગઈ છે. લાયસન્સ અનિવાર્ય બનાવવાની સાથે 6 નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, અને તેમનું પાલન કરવું અનિવાર્ય છે. જો આ નિયમોનું પાલન નહીં થાય તો કંપની સામે કાર્યવાહી પણ થઈ શકે છે.
3 કેટેગરીમાં વિભાજન
RBIના નવા નિયમો અનુસાર, પેમેન્ટ એગ્રીગેટર્સને તેમની સેવાઓના પ્રકારો આધારે 3 કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. PA-P – ફિઝિકલ પેમેન્ટ એગ્રીગેટર્સ માટે, PA-CB – ક્રોસ બોર્ડર પેમેન્ટ માટે, PA-O – ઓનલાઈન પેમેન્ટ એગ્રીગેટર્સ માટે કોઈ પણ બેંકને PA બિઝનેસ માટે મંજૂરી લેવાની જરૂર નથી, પરંતુ નોન-બેંક પેમેન્ટ એગ્રીગેટર્સ માટે RBIએ નિયમો સ્પષ્ટ કરી દીધા છે.
લાયસન્સ ફરજિયાત બન્યું
ડિજિટલ ટ્રાન્ઝેક્શનના વધતા વપરાશને ધ્યાનમાં રાખીને, RBIએ નક્કી કર્યું છે કે હવે કોઈ પણ પેમેન્ટ એગ્રીગેટર લાયસન્સ વિના સેવા આપી શકશે નહીં. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. નાણાંકીય સ્થિરતા જાળવવી, સાયબર સુરક્ષા વધારે મજબૂત બનાવવી, ઓનલાઈન ફ્રોડ અટકાવવો, જો કોઈ કંપની આ નિયમોનું ઉલ્લંઘન કરશે, તો તેમની સેવા બંધ કરી દેવામાં આવશે અને કાયદેસર પગલાં લેવાશે.
નવો નાણાંકીય માપદંડ
પહેલા નિયમ અનુસાર, પેમેન્ટ એગ્રીગેટર્સ માટે મિનિમમ નેટવર્થ ₹15 કરોડ હોવી ફરજિયાત હતી (માર્ચ 2021 સુધી), હવે નવા નિયમ મુજબ, આગામી 3 વર્ષમાં આ નેટવર્થ વધારીને ₹25 કરોડ કરવી ફરજિયાત હશે.
લાયસન્સ માટે ડેડલાઈન
હાલના પેમેન્ટ એગ્રીગેટર્સ માટે લાઈસન્સ માટે અરજી કરવાની અંતિમ સમયસીમા હવે 31 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. ત્યાર પછી વિના લાઈસન્સ કોઈ પણ પેમેન્ટ સર્વિસ આપવામાં આવશે નહીં
