દેશમાં બચત ખાતા ધરાવતા લાખો લોકો માટે RBI એ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઘણા લોકો પહેલા ચિંતા કરતા હતા કે કઈ બેંકમાં ખાતું ખોલાવવું, કઈ બેંક વધુ વ્યાજ આપશે, અથવા કઈ બેંક સુરક્ષિત છે.હવે, RBI ના નવા નિયમથી આ મૂંઝવણ મહદઅંશે દૂર થશે. દેશભરની તમામ કોમર્શિયલ બેંકો 1 લાખ રૂપિયા સુધીના જમા રૂપિયા પર સમાન વ્યાજ દર ઓફર કરશે.એટલે કે તમારું ખાતું SBI, કેનેરા બેંક કે અન્ય કોઈ બેંકમાં હોય, હવે વ્યાજમાં કોઈ ફરક નહીં પડે.

RBIનો નવો નિયમ શું કહે છે?

RBI એ તમામ વાણિજ્યિક બેંકોને 1 લાખ રૂપિયા સુધીની બચત ખાતાની થાપણો પર સમાન વ્યાજ દર લાગુ કરવાનો નિર્દેશ આપ્યો છે.અત્યાર સુધી દરેક બેંક પોતાના હિસાબ પ્રમાણે અલગ અલગ વ્યાજ આપતી હતી.જેના કારણે કન્ફ્યુઝન રહેતુ હતુ. પરંતુ નવા નિયમ બાદ આટલી રકમ સુધી વ્યાજ દરેક બેંકોને એક જેવુ જ હશે.

SBI હોય કે કેનેરા બેંક હવે બધાનું વ્યાજ સમાન!

RBIનો આ નિયમ તમામ બેંકો પર લાગૂ થશે. દેશનો સૌથી મોટો પબ્લિક સેક્ટર બેંક SBI હોય કે Canara Bank બચત ખાતામાં 1 લાખ રૂપિયા સુધીની જમા રકમ પર હવે દરેક જગ્યાએ સમાન વ્યાજ મળશે. આથી નાના ગ્રાહકોને લાભ થશે, કારણ કે હવે તેઓ બેંક પસંદ કરતી વખતે માત્ર સર્વિસ અને સુવિધા પર ધ્યાન આપી શકશે, વ્યાજના અંતર પર નહીં.

1 લાખથી વધુ રકમ પર શું થશે?

નવો નિયમ માત્ર 1 લાખ રૂપિયા સુધીની જમા રકમ પર લાગુ થશે. આ મર્યાદા કરતાં વધુ રકમ પર બેંકો પોતાની જુદી વ્યાજદર નક્કી કરી શકશે. એટલે કે જો ખાતામાં 1 લાખથી વધુ બેલેન્સ હશે, તો તે વધારાના ભાગ પર વ્યાજ અગાઉની જેમ બેંકની પોતાના દર મુજબ મળશે. RBIએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે વ્યાજની ગણતરી રોજના અંતે ખાતામાં જેટલું બેલેન્સ હશે તેના આધારે થશે. તેનું લાભ એ છે કે જે દિવસે તમારા ખાતામાં વધારે બેલેન્સ હશે, તે દિવસે વધારે વ્યાજ મળશે. બેંકોને સૂચના આપવામાં આવી છે કે બચત ખાતાનું વ્યાજ ઓછામાં ઓછું ત્રણ મહિનામાં એક વખત ખાતામાં જરૂર જમા કરવું. આથી ગ્રાહકોને સમય-સમયે વ્યાજ મળશે અને કેટલી કમાણી થઈ છે તેનો હિસાબ પણ સ્પષ્ટ રહેશે.

આ પણ વાંચોઃ આજે વધ્યો કે ઘટ્યો સોનાનો ભાવ? જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ