દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એજીએમમાં ઘણી જાહેરાતો થઇ. જેમાં જિયોના આઇપીઓની જાહેરાત થઇ. નવુ વેન્ચર ખોલવાની જાહેરાત પણ થઇ. જે બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 2 ટકાથી વધારે ઘટાડો જોવા મળ્યો. કંપનીની વેલ્યુએશન પણ 40 હજાર કરોડથી વધારે ઘટી ગઇ. જ્યારે બીજી તરફ મુકેશ અંબાણીની મિલકતમાં પણ ઘટાડો જોવા મળ્યો.

મુકેશ અંબાણીની નેટવર્થ ઘટી 

બ્લૂમબર્ગ બિલેનિયર્સ ઇન્ડેક્સના આંકડા અનુસાર મુકેશ અંબાણીની નેટવર્થ 2.43 અરબ ડોલર એટલે કે 2.5 ટકાનો ઘટાડો થયો. જો રૂપિયામાં વાત કરીએ તો, 21000 કરોડ રૂપિયાથી વધારેનો ઘટા઼ડો થયો. મહત્વનું છે કે 25 ઓગષ્ટે અંબાણીની કૂલ નેટવર્થ 101 અરબ ડોલરથી વધારે જોવા મળી હતી.

એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની નેટવર્થમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સના ડેટા અનુસાર મુકેશ અંબાણીની નેટવર્થમાંથી 2.43 બિલિયન ડોલર એટલે કે 21 હજાર કરોડ રૂપિયાથી વધુ ગાયબ થઈ ગયા. ત્યારબાદ તેમની કુલ નેટવર્થ ઘટીને 96.5 બિલિયન ડોલર થઈ ગઈ છે. જો કે ચાલુ વર્ષમાં તેમની નેટવર્થમાં 5.91 બિલિયન ડોલરનો વધારો જોવા મળ્યો છે. ખાસ વાત એ છે કે 25 ઓગસ્ટે મુકેશ અંબાણીની કુલ નેટવર્થ 101 બિલિયન ડોલરને વટાવી ગઈ હતી. ત્યારથી તેમની સંપત્તિમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેમની નેટવર્થમાં 4.5 બિલિયન ડોલરથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. જોકે હાલમાં તેઓ વિશ્વના ટોચના અબજોપતિઓમાંના એક છે. તેઓ વિશ્વના 19મા સૌથી ધનિક ઉદ્યોગપતિ છે.

સંપત્તિમાં ઘટાડો કેમ થયો?
મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં ઘટાડાનું મુખ્ય કારણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ઘટાડો છે. ડેટા પર નજર કરીએ તો શુક્રવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર 2.21 ટકા ઘટીને 1357.05 રૂપિયા પર બંધ થયા હતા. જ્યારે ટ્રેડિંગ સેશન દરમિયાન, કંપનીનો શેર પણ દિવસના સૌથી નીચા ભાવ 1350.30 રૂપિયા પર ગબડી ગયો હતો. જોકે, Jioના IPOની જાહેરાત પછી, કંપનીના શેરમાં 1 ટકાનો વધારો જોવા મળ્યો હતો, અને તે દિવસના સૌથી ઊંચા ભાવ 1403 રૂપિયા પર પણ પહોંચી ગયો હતો. જોકે, કંપનીના શેર 1384.20 રૂપિયા પર ખુલ્યા હતા. નિષ્ણાતોના મતે, આગામી દિવસોમાં કંપનીના શેરમાં વધારો જોવા મળી શકે છે. ચાલુ વર્ષમાં, કંપનીના શેરે રોકાણકારોને 11 ટકાથી વધુ વળતર આપ્યું છે.

  • Follow us on: