કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો આતુરતાપૂર્વક 8 માં પગાર પંચ (8th Pay Commission) ની રાહ જોઈ રહ્યા છે, જે 2026 ના અંતમાં અથવા 2027 ની શરૂઆતમાં લાગુ થવાની શક્યતા છે. આ પગાર પંચ લાગુ થવાથી કર્મચારીઓના વેતનમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે, જે તેમની આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવશે.
કેન્દ્રીય કર્મચારીઓના વેતનમાં વધારો થશે
પ્રાપ્ત અહેવાલો અનુસાર, 8 માં પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓના મૂળ વેતનમાં 30 થી 34 ટકાનો વધારો થઇ શકે છે. આ વધારાના પરિણામે હાલનું લઘુત્તમ મૂળ વેતન રૂપિયા 18,000 થી વધીને લગભગ રૂપિયા 30,000 થઇ શકે છે. જો આ થઇ જાય તો કર્મચારીઓન માટે એક મોટી રાહત સાબિત થશે. કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઈક્વિટીઝના એક રિપોર્ટ મુજબ 8 મા પગાર પંચના અમલથી સરકાર પર રૂપિયા 2.૪ થી રૂપિયા 3.2 લાખ કરોડનો વધારાનો નાણાકીય બોજ પડી શકે છે.
8 મા પગાર પાંચ સંબંધિત વધુ વિગતો અને સત્તાવાર જાહેરાતની અપેક્ષા
જોકે મહત્વનું છે કે, આ પગાર વધારાનો લાભ લગભગ 33 લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને મોટી સંખ્યામાં પેન્શનરોને સીધો મળશે., જેનાથી તેમની જીવનશૈલીમાં સુધારો થશે. આ પગાર પંચની જાહેરાત અને અમલગીરી કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ ઘણા બનશે. તે સરકારની કર્મચારી કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને કર્મચારીઓના જીવનધોરણને સુધારવામાં મદદ કરશે. આગામી સમયમાં 8 મા પગાર પાંચ સંબંધિત વધુ વિગતો અને સત્તાવાર જાહેરાતની અપેક્ષા છે.