સ્થાનિક શેરબજારમાં ગત સપ્તાહે ઘટાડાનો માહોલ જોવા મળ્યો હતો. સેન્સેક્સ 489.92 પોઈન્ટ એટલે કે 0.62 ટકા ઘટ્યો હતો, જ્યારે નિફ્ટીમાં 204.65 પોઈન્ટ એટલે કે 0.83 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ દરમિયાન સેન્સેક્સની ટોચની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી પાંચના માર્કેટ કેપમાં કુલ મળીને આશરે ₹1 લાખ કરોડનો ઘટાડો થયો હતો.
SBIના માર્કેટ કેપમાં ₹25,891.88 કરોડનો ઘટાડો
આ પાંચ કંપનીઓમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ભારતીય સ્ટેટ બેન્ક (SBI), HDFC બેન્ક અને ICICI બેન્કનો સમાવેશ થાય છે. TCSનું માર્કેટ કેપ સૌથી વધુ ₹34,263.28 કરોડ ઘટીને ₹8,53,506.85 કરોડ થયું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ ₹31,869.13 કરોડ ઘટીને ₹17,70,056.06 કરોડ થયું હતું.
SBIના માર્કેટ કેપમાં ₹25,891.88 કરોડનો ઘટાડો થયો હતો અને તે ₹9,85,829.96 કરોડ પર પહોંચ્યું હતું. HDFC બેન્કનું માર્કેટ કેપ ₹7,165.37 કરોડ ઘટીને ₹11,20,802.10 કરોડ, જ્યારે ICICI બેન્કનું ₹2,792.65 કરોડ ઘટીને ₹10,17,577.98 કરોડ થયું હતું. બીજી તરફ ભારતી એરટેલ, LIC, બજાજ ફાઈનાન્સ, લાર્સન એન્ડ ટુબ્રો અને હિન્દુસ્તાન યુનિલિવરના માર્કેટ કેપમાં કુલ ₹55,149.45 કરોડનો વધારો થયો હતો. તેમાં LICનો સૌથી મોટો વધારો ₹26,438.49 કરોડનો રહ્યો.
17 ઓગસ્ટે થશે 2 IPOનું લિસ્ટિંગ
માર્કેટ કેપ પ્રમાણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સૌથી મૂલ્યવાન કંપની રહી હતી. ત્યારબાદ ભારતી એરટેલ, HDFC બેન્ક, ICICI બેન્ક, SBI, TCS, બજાજ ફાઈનાન્સ, L&T, LIC અને HULનો ક્રમ રહ્યો. આગામી સપ્તાહે IPO બાદ ધૂત ટ્રાન્સમિશન અને મોલબાયો ડાયગ્નોસ્ટિક્સનું 17 ઓગસ્ટે, મિલ્કી મિસ્ટ ડેરી ફૂડનું 18 ઓગસ્ટે તથા બિહારી લાલ એન્જિનિયરિંગ અને શિપરોકેટનું 19 ઓગસ્ટે NSE અને BSE પર લિસ્ટિંગ થવાનું છે.
આ પણ વાંચો : Post Officeની શાનદાર સ્કીમ, ઘરે બેઠાં આ સ્કીમમાં કમાઓ 2 લાખથી વધુ!
ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.