1 ઓગસ્ટથી UPI નો ઉપયોગ કરવાના નિયમોમાં ઘણા નવા ફેરફારો લાગુ કરવામાં આવશે. હવે જો તમે Paytm, PhonePe અથવા Google Pay જેવી એપ્સથી દિવસભર વ્યવહારો કરો છો, તો આ મર્યાદાઓને ધ્યાનમાં રાખવી જરૂરી છે.

UPI  પર લિમિટ ! 

તમે કોઇ એક યુપીઆઇ એપ પર એક મોબાઇલ નંબરથી જોડાયેલા બેંક અકાઉન્ટને દિવસમાં માત્ર 25 વાર જ જોઇ શકાશે. ઓટો પે ટ્રાન્ઝેક્શન હવે 3 નિશ્ચિત સમય સ્લોટમાં જ પ્રોસેસ થશે. સવારે 10 વાગ્યા પહેલા, બપોરે 1 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી અને રાત્રે 9:30 વાગ્યા પછી.

દિવસમાં 50 વાર જ બેલેન્સ ચેક કરી શકાશે.

NPCI અનુસાર આ ફેરફારો સિસ્ટમને ઝડપી અને વધુ સુરક્ષિત બનાવવા માટે કરવામાં આવી રહ્યા છે, જેથી નેટવર્ક પર બિનજરૂરી ભારણ ન વધે.

SBI ક્રેડિટ કાર્ડ ધારકો

જો તમે એસબીઆઇના કો બ્રાંડેડ ક્રેડિટ કાર્ડ ધારક છો ચો તમારા ફ્રી ઇન્સ્યોરન્સ કવરમાં મોટો ફેરફાર થવા જઇ રહ્યો છે. એસબીઆઇના ઘણા એલિટ અને પ્રાઇમ કાર્ડ પર મળનારા એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ કવરને બંધ કરવાનો નિર્ણય લીધો છે.

પહેલા આ કાર્ડ પર 50 રૂપિયાથી 1 કરોડ સુધીનો ઇન્સ્યોરન્સ કવર મળતુ હતું પરંતુ હવે આ સુવિધા બંધ કરી દેવાશે. આ ફેરફાર

SBI-UCO, સેન્ટ્રલ બેન્ક, કરૂર વૈશ્ય બેંક અને પીએસબીના ભાગીદાર કાર્ડસ પર લાગુ થશે,

LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઇ શકે

આ વખતે પણ 1 ઓગસ્ટના રોજ ઘરેલુ અને કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે. જુલાઈમાં કોમર્શિયલ સિલિન્ડર ₹60 સસ્તા થયા હતા, પરંતુ ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ સ્થિર રહ્યા હતા. ત્યારે આ વખતે આશા છે કે ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં રાહત મળી શકે. જો ભાવ ઘટે તો તે મોંઘવારી સામે ઝઝૂમી રહેલા લોકો માટે રાહતના સમાચાર હોઈ શકે છે.

CNG અને PNG ના ભાવ વધશે કે ઘટશે ?

તેલ કંપનીઓ ઘણીવાર મહિનાની પહેલી તારીખે CNG અને PNG ના ભાવમાં ફેરફાર કરે છે. જો કે હા, એપ્રિલથી સીએનજી અને પીએનજીના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી. ગયા વર્ષે એપ્રિલમાં મુંબઈમાં CNG ના ભાવ ₹79.50 પ્રતિ કિલો અને PNG ₹49 પ્રતિ યુનિટ હતા. ત્યારે હવે આ વખતે ભાવમાં વધારો કે ઘટાડો થશે કે કેમ તે જોવાનું રહ્યું.

વિમાનભાડું ATFના ભાવના આધારે કરાશે નક્કી 

એર ટર્બાઇન ફ્યુઅલ ATF કે જેનો ઉપયોગ વિમાનોમાં થાય છે. ઉડ્ડયન બળતણના ભાવમાં ફેરફાર થવાની શક્યતા છે. જો ATFના ભાવ વધે તો હવાઈ ભાડામાં વધારો થઈ શકે છે અને જો ભાવ ઘટે તો મુસાફરી સસ્તી થશે કે કેમ.. તે જોવાનું રહેશે. તેલ કંપનીઓ પણ દર મહિનાની પહેલી તારીખે ATFના ભાવમાં સુધારો કરે છે.

RBIની બેઠક ઓગસ્ટમાં 

ઉલ્લેખનીય છે કે RBI મોનેટરી પોલિસી કમિટી MPCની 4 ઓગસ્ટથી 6 ઓગસ્ટ વચ્ચે મળશે. જેમાં વ્યાજ દરો અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકાય છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રા બેઠક પછી દરોમાં ફેરફારની જાહેરાત કરી શકે છે.