સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સાયબર હુમલાનો ભોગ બની છે. બેંકે પોતે જ આ ઘટનાની પુષ્ટિ કરી છે. સાયબર હુમલાખોરોએ SBIના સર્વરને નિશાન બનાવ્યા હતા, જેના પરિણામે કેટલોક ડેટા ચોરાઈ ગયો છે. બેંકે ખુલાસો કર્યો છે કે 3,900 ગ્રાહકોના વ્યક્તિગત રેકોર્ડ્સ સુરક્ષિત રહ્યા નથી (એટલે કે તે જોખમમાં મુકાયા છે).
3900 ગ્રાહકોની પર્સનલ ડીટેલ્સ થઇ લીક ?
SBIના જણાવ્યા અનુસાર, લીક થયેલી વિગતોમાં ગ્રાહકોના નામ, ફોન નંબર, ઓળખ સંબંધિત માહિતી અને લોન સંબંધિત ડેટાનો સમાવેશ થાય છે. જોકે, બેંકે સ્પષ્ટ કર્યું છે કે આ સાયબર હુમલાની અસર તેની મુખ્ય કામગીરી કે નાણાકીય કામગીરી પર પડશે નહીં.
16 ઓક્ટોબરના રોજ, SBIએ જણાવ્યું હતું કે તેને હેકિંગ અંગે કેટલીક સરકારી એજન્સીઓ પાસેથી ચેતવણીઓ મળી હતી. આ એજન્સીઓમાં 'થ્રેટ ઇન્ટેલિજન્સ સર્વિસ પ્રોવાઇડર', 'ડિફેન્સ સાયબર એજન્સી' અને 'ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ' (CERT-In) નો સમાવેશ થાય છે.
3,75,000 રેકોર્ડ્સનું વિશ્લેષણ
SBIએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં લગભગ 3,75,000 રેકોર્ડ્સનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 3,897 રેકોર્ડ્સમાં ગ્રાહકોની વ્યક્તિગત માહિતી હતી. લીક થયેલા ડેટામાં ગ્રાહકોના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, જન્મ તારીખ, લિંગ, ઈમેલ એડ્રેસ અને ઘરના સરનામા તેમજ શાખા (બ્રાન્ચ) સંબંધિત વિગતોનો સમાવેશ થાય છે.
બેંકિંગ કામગીરી પર કોઈ અસર નહીં થાય
SBIએ સ્પષ્ટ કર્યું છે કે આ ઘટનાની અસર તેની બેંકિંગ સેવાઓ કે તેના ગ્રાહકો પર પડશે નહીં. બેંકિંગ કામગીરી સામાન્ય રીતે ચાલુ રહેશે અને ગ્રાહકોનો ડેટા સુરક્ષિત છે. વધુમાં, ગ્રાહકોના બેંક ખાતાઓ પણ સુરક્ષિત છે. SBI ભારતની સૌથી મોટી બેંકોમાંની એક છે.
આ પણ વાંચો: Sanwaliya Seth: 23 કરોડ રોકડ, 92 કિલો સોનું ચાંદી અને..સાંવરિયા શેઠ મંદિરનો ખૂલ્યો ભંડાર