સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો ઓક્ટોબર-ડિસેમ્બર 2025 ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 24.48 ટકા વધીને રૂપિયા 21,028.15 કરોડ થયો છે. એક વર્ષ પહેલા આ નફો રૂપિયા 16,891.44 કરોડ હતો. ચોખ્ખી વ્યાજની આવક (NII) વાર્ષિક ધોરણે 9 ટકા વધીને રૂપિયા 45,190 કરોડ થઈ છે, જે ડિસેમ્બર 2024 ક્વાર્ટરમાં રૂપિયા 41,445 કરોડ હતી.
કૂલ આવકમાં 9.6 ટકાનો વધારો
બેન્કે સ્ટોક એક્સચેન્જને માહિતી આપતા જણાવ્યું કે ડિસેમ્બર 2025 ક્વાર્ટરમાં તેની કુલ આવક 9.6 ટકા વધીને રૂપિયા 140914.65 કરોડ થઈ છે. ડિસેમ્બર 2024 ક્વાર્ટરમાં તે રૂપિયા 1,28,467.39 કરોડ હતી. ચોખ્ખી વ્યાજ માર્જિન (NIM) 3.12 ટકા રહ્યું, જે એક વર્ષ પહેલા 3.15 ટકા હતું. સ્લિપેજ રેશિયો 0.40 ટકા નોંધાયો હતો. નાણાકીય વર્ષ 2025 દરમિયાન સ્ટેન્ડઅલોન આવક રૂપિયા 4,62,489.35 કરોડ અને ચોખ્ખો નફો રૂપિયા 70,900.63 કરોડ હતો.
ડિસેમ્બર 2025 ક્વાર્ટરમાં SBIની સંપત્તિમાં વધુ સુધારો થયો છે. ગ્રોસ NPA (નોન-પર્ફોર્મિંગ એસેટ્સ) રેશિયો ઘટીને 1.57 ટકા થયો, જે એક વર્ષ પહેલા 2.07 ટકા અને એક ક્વાર્ટર અગાઉ 1.73 ટકા હતો. નેટ NPA રેશિયો 0.39 ટકા હતો, જે સપ્ટેમ્બર 2025 ક્વાર્ટરમાં 0.42 ટકા અને ડિસેમ્બર 2024 ક્વાર્ટરમાં 0.53 ટકા હતો.
શું સોમવારે SBIના શેરમાં વધારો થશે?
સોમવાર, 9 ફેબ્રુઆરીના રોજ SBIના શેરમાં વધારો થવાની આશા છે. BSE પર વર્તમાન ભાવ રૂપિયા 1,066.40 છે. બેન્કનું માર્કેટ કેપ રૂપિયા 9.84 લાખ કરોડ છે. શેરની ફેસ વેલ્યુ 1 રૂપિયો છે. એક વર્ષમાં આ શેરમાં 41 ટકા અને એક મહિનામાં 11 ટકાનો વધારો થયો છે. BSE પર આ શેરનો 52 અઠવાડિયાનો ઉંચો ભાવ રૂપિયા 1,090 છે અને 52 અઠવાડિયાનો નીચો ભાવ રૂપિયા 679.65 છે.
આ પણ વાંચો : Bharat Taxi Launch : અન્ય કેબની સરખામણીએ ભારત ટેક્સી કેટલી સસ્તી હશે?
ડિસ્કલેમર- આ માહિતી માત્ર તમારી જાણકારી માટે છે. શેરબજારમાં કે અન્ય કોઈ જગ્યા પર રોકાણ કરતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લેવી.