SEBIએ શેરમાર્કેટમાં કરવામાં આવી રહેલી હેરાફેરી સામે લડવા માટે પોતાના પ્રયત્નો વધારી રહ્યું છે અને ભારતીય શેરબજારમાં કથિત પંપ-એન્ડ-ડંપની મોટા પ્રમાણમાં તપાસ શરૂ કરવામાં આવશે. એક અહેવાલ મુજબ લગભગ 200 લિસ્ટેડ કંપનીઓ અજાણ રોકાણકારોને શેરના ભાવમાં વધારો બતાવવાના આરોપમાં તપાસના દાયરામાં છે. આશંકા છે કે આ કંપનીઓ પંપ-એન્ડ-ડંપ દ્વારા શેરના ભાવમાં હેરફેર કરી રહી છે.


સેબીએ 100થી વધારે કોમ્પ્યુટર અને 150 મોબાઈલ ફોનના ડેટા જપ્ત કર્યા

અહેવાલ મુજબ સેબીએ છેલ્લા 3 દિવસમાં 80થી વધારે જગ્યાઓ પર સર્ચ ઓપરેશન ચલાવ્યું છે. સેબીએ 100થી વધારે કોમ્પ્યુટર અને 150 મોબાઈલ ફોનના ડેટા જપ્ત કર્યા છે, જે વ્યાપક ડિજિટલ તપાસને બતાવે છે. સેબીની આ મોટી કાર્યવાહી રોકાણકારોના હિતની રક્ષા માટે ઘણા મહિનાઓથી ચલાવવામાં આવી રહેલા એક વ્યાપક અભિયાનનો ભાગ છે. હાલમાં આ કેસમાં તપાસ ચાલી રહી છે.

જેન સ્ટ્રીટ પર સેબીનો મોટો ખુલાસો

જેન સ્ટ્રીટ એક ગ્લોબલ ટ્રેડિંગ ફર્મ છે, જેની પર સેબી દ્વારા વ્યૂહાત્મક ખરીદી અને વેચાણની ગતિવિધિઓના માધ્યમથી બેન્ક નિફ્ટી ઈન્ડેક્સમાં હેરફેર કરવા અને કથિત રીતે રીટેલ રોકાણકારોની કિંમત પર વધારે નફો કમાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સેબીના આ ખુલાસા બાદ ભારતીય શેરબજારમાં ટ્રેડિંગ કરનારા લોકોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સેબીના વચગાળાના આદેશ મુજબ જેન સ્ટ્રીટ પર ભારતીય શેરબજારમાં કારોબાર કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જો કે કંપનીએ આ આરોપો પર ઈનકાર કરી દીધો છે અને સેબીના નિર્ણયને પડકાર આપવાની તૈયારી કરી રહી છે. સેબીએ ઘણી શરતો લગાવી છે અને સંસ્થાઓ પાસેથી વધુ જાણકારી માગી છે, જેમાં જમા રકમ, કારોબારની વિગતો અને મિલકતોની વિગતો વગેરે સામેલ છે.  

  • Follow us on: