શુક્રવારે શેરબજારમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયા. સેન્સેક્સ 689  પોઇન્ટના ઘટાડા સાથે 82,500 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 205.55 પોઇન્ટના ઘટાડા સાથે  25,149 અંકે બંધ થયો.

આઇટી શેર્સમાં ઘટાડો 

ટીસીએસના પરિણામે આશા કરતા નબળા રહેવાને કારણે આઇટી સ્ટોક્સમાં ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકાએ કેનેડા પર 35 ટકા ટેરિફ લગાવતા વૈશ્વિક વેપાર ચિંતાઓ વધી છે. એપ્રિલ-જૂન ક્વાર્ટર 2025 માટે TCS ના નબળા પરિણામોને કારણે આજે IT શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બજાર ખુલતાની સાથે જ નિફ્ટી IT ઇન્ડેક્સમાં ઘટાડો થયો હતો. બપોરે 2:55 વાગ્યે, તે 1.69 ટકા નીચે ટ્રેડ થઈ રહ્યો હતો. TCS માં સૌથી મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ઇન્ફોસિસના શેર પર પણ દબાણ જોવા મળ્યું.

ટોપ લુઝર્સ અને ગેઇનર્સ

TCS, M&M, ભારતી એરટેલ, HCL ટેક, ટેક M, ટાટા મોટર્સ, ટ્રેન્ટ, RIL અને HDFC બેંક આજે સૌથી વધુ લેગગાર્ડ રહ્યા. જ્યારે HUL, Eternal, NTPC, પાવર ગ્રીડ, Axis Bank અને Adani Ports સૌથી વધુ ગેઇનર્સ રહ્યા. વ્યાપક બજારની વાત કરીએ તો, Nifty Midcap 100 અને Smallcap 100 બંનેમાં લગભગ 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો.


એશિયા પેસિફિકના બજારોમાં આજે મિશ્ર ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જેનુ મુખ્ય કારણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત છે. જેમાં તેઓએ એક ઑગષ્ટથી કેનેડાથી આવતા સામાન પર 35 ટકા ટેરિફ લગાવવાની વાત કહી છે. સાથે ટ્રમ્પે એમ પણ કહ્યું કે મોટાભાગના ટ્રેડિંગ પાર્ટનર્સ પર 15-20 ટકા બ્લેન્કેટ ટેરિફ લગાવવાની યોજના બનાવી રહ્યા છે. તેમણે મોંઘવારી અને શેરબજાર પર તેની અસરને લઇને ચિંતાઓ નકારી કાઢી હતી.


  • નિક્કીમાં 0.21% નો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે ટોપિક્સ ઇન્ડેક્સ 0.71% વધ્યો. 
  • કોસ્પી 0.013% નો નજીવો ઉછાળો અને ઓસ્ટ્રેલિયાનો ASX 200 0.064% નો થોડો ઘટાડો દર્શાવે છે.
  • ગુરુવારે યુએસ શેરબજાર મજબૂત રહ્યા. S&P 500 ઇન્ડેક્સ 0.27% ના વધારા સાથે 6,280.46 ના રેકોર્ડ સ્તરે બંધ થયો.
  •  નાસ્ડેક કમ્પોઝિટ પણ સતત બીજા દિવસે નવી ટોચ પર પહોંચ્યો અને 0.09% ના વધારા સાથે 20,630.67 પર બંધ થયો. 
  • ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 192.34 પોઈન્ટ અથવા 0.43% ના વધારા સાથે 44,650.64 પર બંધ થયો.

 વધુ અપડેટ માટે જુઓ..

https://sandesh.com/stockmarket