શુક્રવારે પણ શેરબજારમાં ઘટાડાનો દોર જોવા મળ્યો હતો. સવારે 9.31 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં જ ખૂલ્યા હતા. સેન્સેક્સ 221 પોઇન્ટના ઘટાડા સાથે 82,969 અંક પર ખૂલ્યો જ્યારે નિફ્ટી 50.60 પોઇન્ટના ઘટાડા સાથે 25,304 અંકે ખૂલ્યો હતો.

કેમ શેરબજારમાં ઘટાડો?

ભારતીય શેરબજાર પર ઘણા મહત્વપૂર્ણ પરિબળોની અસર જોઈ શકાય છે. સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ ભારત-અમેરિકા વેપાર સોદાની વાટાઘાટો, કેનેડા પર 35% ટેરિફ લાદવાની ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત, TCS Q1 ના ​​પરિણામો, સંસ્થાકીય રોકાણ વલણ, પ્રાથમિક બજારની ગતિવિધિઓ અને વૈશ્વિક સંકેતોથી પ્રભાવિત જોવા મળે છે. 


શું છે વૈશ્વિક માર્કેટની સ્થિતિ?


એશિયા પેસિફિકના બજારોમાં આજે મિશ્ર ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જેનુ મુખ્ય કારણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત છે. જેમાં તેઓએ એક ઑગષ્ટથી કેનેડાથી આવતા સામાન પર 35 ટકા ટેરિફ લગાવવાની વાત કહી છે. સાથે ટ્રમ્પે એમ પણ કહ્યું કે મોટાભાગના ટ્રેડિંગ પાર્ટનર્સ પર 15-20 ટકા બ્લેન્કેટ ટેરિફ લગાવવાની યોજના બનાવી રહ્યા છે. તેમણે મોંઘવારી અને શેરબજાર પર તેની અસરને લઇને ચિંતાઓ નકારી કાઢી હતી.


  • નિક્કીમાં 0.21% નો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે ટોપિક્સ ઇન્ડેક્સ 0.71% વધ્યો. 
  • કોસ્પી 0.013% નો નજીવો ઉછાળો અને ઓસ્ટ્રેલિયાનો ASX 200 0.064% નો થોડો ઘટાડો દર્શાવે છે.
  • ગુરુવારે યુએસ શેરબજાર મજબૂત રહ્યા. S&P 500 ઇન્ડેક્સ 0.27% ના વધારા સાથે 6,280.46 ના રેકોર્ડ સ્તરે બંધ થયો.
  •  નાસ્ડેક કમ્પોઝિટ પણ સતત બીજા દિવસે નવી ટોચ પર પહોંચ્યો અને 0.09% ના વધારા સાથે 20,630.67 પર બંધ થયો. 
  • ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 192.34 પોઈન્ટ અથવા 0.43% ના વધારા સાથે 44,650.64 પર બંધ થયો.


 વધુ અપડેટ માટે જુઓ..

https://sandesh.com/stockmarket