ગત સપ્તાહ દરમિયાન ભારતીય શેરબજારમાં નોંધપાત્ર તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 2,034.87 અંક અથવા 2.67 ટકા વધ્યો હતો, જ્યારે નિફ્ટીમાં 616.15 અંક એટલે કે 2.59 ટકાનો ઉછાળો નોંધાયો હતો. આ તેજીના કારણે સેન્સેક્સની ટોપ-10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી 9 કંપનીઓના કુલ માર્કેટ કેપમાં ₹2,51,228.75 કરોડનો વધારો થયો હતો. જોકે, હિંદુસ્તાન યુનિલિવર એકમાત્ર એવી કંપની રહી જેના માર્કેટ કેપમાં ઘટાડો નોંધાયો.
LICના માર્કેટ કેપમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ
બજાજ ફાઈનાન્સને સૌથી વધુ લાભ મળ્યો હતો. કંપનીના માર્કેટ કેપમાં ₹80,345.97 કરોડનો વધારો થતાં તે ₹7,10,817.51 કરોડ પર પહોંચ્યો હતો. ભારતી એરટેલના માર્કેટ કેપમાં ₹44,959.50 કરોડનો વધારો થયો હતો. ઉપરાંત ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, લાર્સન એન્ડ ટુબ્રો (L&T), સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI), HDFC બેન્ક, ICICI બેન્ક અને LICના માર્કેટ કેપમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ હતી.
