ભારતીય ખાદ્ય ઉદ્યોગના એક પીઢ વ્યક્તિત્વ અને બિકાજી ફૂડ્સના સ્થાપક શિવ રતન અગ્રવાલનું ગુરુવારે સવારે ચેન્નાઈ ખાતે નિધન થયું છે. તેઓ તેમની પત્નીની તબિયતને કારણે છેલ્લા 10 દિવસથી ત્યાં રોકાયા હતા. પત્નીની હાર્ટ સર્જરી બાદ તેઓ પરિવાર સાથે ચેન્નાઈમાં જ હતા, જ્યાં ગુરુવારે વહેલી સવારે અચાનક તેમની પોતાની તબિયત લથડતા નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરો તેમને બચાવી શક્યા નહોતા તેવી પીટીઆઇના સૂત્રોના હવાલે સમાચાર મળ્યા છે.
સંઘર્ષ અને વિઝનરી સફર
શિવ રતન અગ્રવાલની જીવનકથા એવા લોકો માટે પ્રેરણારૂપ છે જેઓ માને છે કે સફળતા માટે માત્ર ડિગ્રી જ જરૂરી છે. તેમણે માત્ર 8મા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો, છતાં પોતાની કોઠાસૂઝથી તેમણે વ્યવસાય ક્ષેત્રે ઊંચાઈઓ હાંસલ કરી હતી.
નવા માર્ગની પસંદગી: કૌટુંબિક વ્યવસાય 'હલ્દીરામ'થી અલગ થયા પછી, તેમણે શૂન્યમાંથી સર્જન કરવાનો નિર્ણય લીધો.
આધુનિકીકરણ: તે સમયે પરંપરાગત નમકીન અને ભુજિયા મોટે ભાગે હાથથી બનાવવામાં આવતા હતા. પરંતુ, તેમણે વિદેશ પ્રવાસ કરીને નવી ટેકનોલોજીનો અભ્યાસ કર્યો અને ભારતમાં પ્રથમ વખત મશીન દ્વારા ભુજિયા બનાવવાની પદ્ધતિ અમલમાં મૂકી. આ ક્રાંતિકારી પગલાને લીધે ઉત્પાદનની ક્ષમતા અને ગુણવત્તા બંનેમાં મોટો સુધારો જોવા મળ્યો હતો.
બેચેની થયાની મળી ફરિયાદ
સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે 74 વર્ષીય અગ્રવાલને બેચેનીની ફરિયાદ હતી અને તેમને તમિલનાડુની રાજધાની ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે તેમની પત્નીની તાજેતરમાં હાર્ટ બાયપાસ સર્જરી થઈ હતી અને ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી હતી, જેના કારણે અગ્રવાલ ચેન્નાઈમાં જ રહ્યા હતા. બિકાનેરના સાર્દુલગંજના રહેવાસી અગ્રવાલે 1993માં 'બીકાજી' બ્રાન્ડની સ્થાપના કરી હતી. એક નાના સાહસ તરીકે શરૂ થયેલી આ બ્રાન્ડ હવે એક વિશાળ ફૂડ બ્રાન્ડ બની ગઈ છે, જે ભારત અને વિદેશમાં, ખાસ કરીને તેના 'બીકાનેરી ભુજિયા' માટે લોકપ્રિય છે.
https://twitter.com/ashokgehlot51/status/2047214264172401018
અગ્રવાલના નિધન પર શોક
રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે અગ્રવાલના નિધન પર શોક વ્યક્ત કર્યો, અને કહ્યું કે જાણીતા ઉદ્યોગપતિના નિધનના સમાચાર ખૂબ જ દુઃખદ છે.ટ્વિટર પર એક પોસ્ટમાં ગેહલોતે લખ્યું, "બીકાજી બ્રાન્ડ દ્વારા, તેમણે બિકાનેરી ભુજિયાને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવી. તેમનું નિધન એક અપૂર્ણ નુકસાન છે. હું ભગવાનને દિવંગત આત્માની શાંતિ અને શોકગ્રસ્ત પરિવારને આ નુકસાન સહન કરવાની શક્તિ માટે પ્રાર્થના કરું છું.
વ્યવસાયિક વારસો
1993માં બિકાનેરથી શરૂ થયેલી તેમની આ સફરે ભારતીય પરંપરાગત નાસ્તાને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે માત્ર એક કંપની જ ઊભી નહોતી કરી, પરંતુ ભારતીય સ્થાનિક સ્વાદને વૈશ્વિક ધોરણો સાથે જોડીને એક નવી ઓળખ આપી હતી.
તેમના નિધનથી ઉદ્યોગ જગતે એક એવા દ્રષ્ટા નેતા ગુમાવ્યા છે જેમણે પરંપરા અને ટેકનોલોજીનો સચોટ સમન્વય સાધ્યો હતો.
આ પણ વાંચો- Shani Uday 2026: આગામી એક મહિનો શનિ દેવ આકરાપાણીએ, આ રાશિની લેશે અગ્નિપરીક્ષા