આપણે ત્યાં સોના અને ચાંદીમાં રોકાણ કરવાને શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે કેમકે તેમાં રોકાણ કરવાથી ખુબજ ફાયદો થાય છે. ચાંદીની ચમક દિવસેને દિવસે વધી રહ્યુ છે. તજજ્ઞોનું માનવુ છે કે દિવાળી સુધીમા ચાંદીની કિંમત લાખ પ્રતિ કિલોગ્રામ પહોંચે તેવી હાલ શક્યતા વર્તાઇ રહી છે. રોકાણકારો માટે આ ખુબ સારા સંકેત છે.
સોના-ચાંદી બજારમાં હાલ રોનક છે
સોના-ચાંદી બજારમાં હાલ રોનક છે. રોકાણકારોનો વિશ્વાસનો કળશ ફરી તેના પર ઢોળાયો છે. દિવાળી સુધી આ રોનક જળવાયેલી રહેશે. ચાંદીની કિંમત લાખ હજારથી લઇને લાખ હજારે પહોંચી શકે તેવુ લાગી રહ્યુ છે. વૈશ્વિક બજારોના સંકેતો પરથી આ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.
હાલમાં ચાંદીએ આંતરરાષ્ટ્રીય બજારમાં 37 ડૉલર પ્રતિ ઔસની સપાટી પાર કરી દીધી
હાલમાં ચાંદીએ આંતરરાષ્ટ્રીય બજારમાં 37 ડૉલર પ્રતિ ઔસની સપાટી પાર કરી દીધી છે. આ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ કહેવાય, સાથે સાથે અમેરિકા અને ચીન વચ્ચે વેપારી તણાવ થોડો ઓછો થયો છે. ઔદ્યોગિક બજારમાં માગ સતત વધી રહી છે. ચાંદીનો ઉપયોગ ઘરેણા સિવાય સ્વચ્છ ઉર્જા, 5G ટેકનીક અને ઇલેક્ટ્રીક વાહનોમાં થાય છે. જેના કારણે ચોંદીની કિંમત વધી રહી છે.
ગોલ્ડ-સિલ્વર રેશિયોની અસર
ગોલ્ડ-સિલ્વર રેશિયો હાલ 91એ પહોંચ્યો છે. જે દર્શાવે થે છે કે ફરીએકવાર રોકાણકારોનું ધ્યાન ચાંદી તરફ ગયુ છે. ઐતિહાસિક રૂપથી આ રેશિયો 90ની ઉપર બહુ ઓછો ગયો છે. જ્યારે આ રેશિયો નીચે આવે તો ચાંદીના ભાવમાં તેજી જોવા મળે છે. સિલ્વર ઇન્સ્ટીસ્ટુટના રિપોર્ટ અનુસાર ચાંદીની અછત ઓછી કરવા અને માગને પહોંચી વળવા માટે આ 5મિં વર્ષ છે જ્યારે ચાંદીમાં આટલી બધી ચમક ધમક જોઇ શકાય છે.
રોકાણકારોનો વિશ્વાસ વધ્યો
જ્યારથી હીરા બજારમાં સતત મંદી આવી રહી છે લોકો એક વખત ફરીથી સોના-ચાંદીની ખરીદી તરફ વળ્યા છે. સોનામાં રોકાણને ખુબજ સૈફ માનવામાં આવે છે. કેમકે આજ સુધી સોનાની કિંમત કે ચાંદીની કિંમત ઘટી નથી. આપણે ત્યાં પરંપરા અને સોના-ચાંદીના આભૂષણને લઇને એક ખાસ પ્રકારનુ આકર્ષણ છે. સામાજીક રીત-રીવાજો નિભાવવા પણ સોના-ચાંદીની વસ્તુઓ આપવામાં આવે છે આમ હવે ફરી એકવાર લોકોનો રસ સોના કે ચાંદીમાં રોકાણ તરફ વળ્યો છે.
આજકાલ તો ડીજીટલ યુગ છે લોકો મોબાઇવની એક ક્લીક પર મોટી મોટી ડીલ કરતા હોય છે નાના રોકાણ કારો પણ હવે મ્યુચ્યુઅલ ફંડના મલ્ટી એસેન્ટ ફંડમાં ચાંદીમાં રોકાણ કરતા થઇ ગયા છે.