ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક સમયથી સુધારો જોવા મળી રહ્યો છે. ગયા અઠવાડિયે પણ બજાર વૃદ્ધિ સાથે બંધ થયું હતું. ગયા અઠવાડિયે BSE સેન્સેક્સ 1346.5 અંક (1.62 ટકા) અને NSE નિફ્ટી 417.75 અંક (1.64 ટકા)ની તેજી સાથે બંધ થયા હતા. બજારમાં ચાલતી રિકવરીને કારણે, મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોના પોર્ટફોલિયોમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. એવામાં, આજે અમે તમને એક એવા મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે રોકાણકારોના નાના રોકાણને પણ મોટી રકમમાં ફેરવી દીધું છે.

1996માં શરૂ થયું હતું ક્વાંટ સ્મોલ કેપ ફંડ

ક્વાંટ સ્મોલ કેપ ફંડ, ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની સૌથી જૂની યોજનાઓમાંની એક છે. ક્વાંટ સ્મોલ કેપ ફંડની શરૂઆત 1996માં થઈ હતી. લગભગ 102 હોલ્ડિંગ્સ ધરાવતું આ ફંડ હાલમાં લગભગ ₹30,504 કરોડના કદનું છે. આ સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમે શરૂઆતથી અત્યાર સુધી દર વર્ષે લગભગ 17.91%નું રિટર્ન આપ્યું છે. છેલ્લા 5 વર્ષમાં આ સ્કીમે દર વર્ષે 34.59% નું જબરદસ્ત રિટર્ન આપ્યુ છે. છેલ્લા 3 વર્ષમાં ફંડે દર વર્ષે 24.74%નું રિટર્ન આપ્યું છે. ગયા 1 વર્ષની વાત કરીએ તો આ ફંડે રોકાણકારોને માત્ર 1.15%નું જ રિટર્ન આપ્યો છે, કારણ કે છેલ્લા વર્ષ દરમિયાન ભારતીય બજાર માટે પરિસ્થિતિ પડકારજનક રહી હતી.

1 લાખ રૂપિયાના એક સાથે રોકાણ પર 341.63%નું રિટર્ન

જો તમે આ ફંડમાં 5 વર્ષ પહેલા માત્ર ₹10,000ની SIP શરૂ કરી હોત, તો આજે તમારા ફંડની કુલ કિંમત લગભગ ₹12,48,434 એટલે કે અહીં તમને કુલ 108.07%નું રિટર્ન મળ્યું છે. જેમાં તમારા કુલ રોકાણના ₹6,00,000પણ સામેલ છે. એટલે કે આ ફંડે માત્ર 5 વર્ષમાં તમારા પૈસા ડબલથી વધુ કરી દીધા છે. જો ક્વાંટ સ્મોલ કેપ ફંડમાં 5 વર્ષ પહેલા ₹1 લાખનું એકસાથે રોકાણ કરવામાં આવ્યું હોત, તો આજે એની કિંમત ₹4,41,635 થઈ ગઈ હોત. એટલે કે 5 વર્ષમાં તમારા ₹1 લાખના રોકાણ પર 341.63% નો રિટર્ન મળ્યું હોત.

ડિસ્ક્લેમર: આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે છે. કોઈપણ રોકાણ કરતા પહેલા અથવા કોઈપણ નાણાકીય જોખમ લેતા પહેલા કૃપા કરીને તમારા નાણાકીય સલાહકારની સલાહ લો. સંદેશ ન્યુઝ કોઈપણ જોખમ માટે જવાબદાર નથી.