શેરબજારમાં આજે સોલર એનર્જી સેક્ટરના શેરમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સરકારે Solar Ingots & Wafers ALMM ફ્રેમવર્ક વધાર્યું છે. ફ્રેમવર્ક વધવાના કારણે સોલર શેરમાં ફાયદો થશે. આ સમાચારને કારણે આજે સોલર એનર્જી સાથે જોડાયેલા શેરમાં જોરદાર તેજી આવી છે. સરકારે આ નિર્ણયથી ઘરેલુ સોલાર મેન્યુફેક્ચરિંગને ફાયદો થશે. વારી એનર્જી, પ્રીમિયર એનર્જી અને વિક્રમ સોલરના શેર 5થી 10 ટકા ભાગ્યા છે.


સોલર મોડ્યુલ અને સેલ પહેલાથી ALMM લિસ્ટમાં સામેલ

તમને જણાવી દઈએ કે સોલર Ingots અને વેફર્સ માટે ALMM ફ્રેમવર્ક વધારવામાં આવ્યું છે. નવું ALMM ફ્રેમવર્ક 1 જૂન 2028થી લાગુ થશે. ALMM ફ્રેમવર્કમાં વધારો થવાથી ઘરેલુ સોલર મેન્યુફેક્ચરિંગને બુસ્ટ મળશે. MNREએ ALMMમાં વિસ્તાર વધારવામાં આવ્યો છે. સોલર મોડ્યુલ અને સેલ પહેલાથી ALMM લિસ્ટમાં સામેલ છે. હાલના નિયમ મુજબ ALMM લિસ્ટથી ખરીદી જરૂરી હોય છે. RILનું સોલર મોડ્યૂલ ઉત્પાદન બે ઘણું કરવાનું લક્ષ્ય છે. કંપની સોલર મોડ્યુલ ઉત્પાદન 10 GWથી વધીને 20 GW કરવાના લક્ષ્ય પર કામ કરી રહ્યું છે. બીજી કંપનીઓના Ingots અને વેફર્સ ક્ષમતાની વાત કરીએ તો વારી એનર્જીની ક્ષમતા 10 GW અને પ્રીમિયર એનર્જીની ક્ષમતા પણ 10 GW છે.

આ કંપનીઓ જે વેફર્સ માટે ALMM લિસ્ટ-3માં સામેલ થવા ઈચ્છે છે, તેમની પાસે ઈનગોટ બનાવવાની પણ એટલી જ ક્ષમતા હોવી જોઈએ, જેનાથી ઈનગોટ્સ માટે અપસ્ટ્રીમ ઈન્ટીગ્રેશનને પ્રોત્સાહન મળશે. ALMM લિસ્ટ -1માં માત્ર તે જ મોડ્યુલ્સ સામેલ થશે, જેને ALMM-લિસ્ટેડ સેલ્સ અને વેફર્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા હોય.

વારી એનર્જીના શેરમાં આવ્યો 10.33 ટકાનો ઉછાળો

ઉલ્લેખનીય છે કે આજે 18 માર્ચે વારી એનર્જીના શેરમાં 297.90 રૂપિયા એટલે કે 10.33 ટકાનો વધારો થયો છે અને ભાવ 3182 રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે. 1 અઠવાડિયામાં શેરમાં 18.69 ટકાનો વધારો થયો છે. ત્યારે પ્રિમિયર એનર્જીના શેર આજે 56.50 રૂપિયા એટલે કે 6.96 ટકા વધ્યા છે અને ભાવ 865 રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે તો વિક્રમ સોલરના શેરમાં પણ 8.53 રૂપિયાનો વધારો થયો છે અને હાલમાં ભાવ 194 રૂપિયાની આસપાસ છે.

આ પણ વાંચો : Gas Crisis: ગેસ સંકટ પર કેન્દ્ર સરકારનો એક્શન પ્લાન, હવે ઘરે-ઘરે પહોંચશે PNG ગેસ, સરકારે નિયમો કર્યા હળવા


ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.


  • Follow us on: