દિવાળી તહેવારની શેરબજારમાં પણ રોનક દેખાઈ. ભાઈબીજના દિવસે બજારે તેજી સાથે શરૂઆત થઈ. અને બપોરના સમયે બપોરે બજાર લીલા નિશાન સાથે બંધ થયું. બંધ થવાના સમયે બંને સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં ધીમા ઘટાડા બાદ ઉછાળો જોવા મળ્યો. સવારની તેજી બાદ સેન્સેક્સ +772.75 (0.95%) પોઈન્ટ વધી 81,879.40 ના અંકે બંધ થયો. જયારે નિફ્ટી +210.40 (0.84%) પોઈન્ટ ઉછળી 25,255.05ના સ્તર પર બંધ થયો.

સવારના ઉછાળા બાદ બજારમાં ધીમો ઘટાડો

શેરબજાર પ્રોફિટ બુકિંગને કારણે, સેન્સેક્સ તેના દિવસના ઉચ્ચતમ સ્તરથી લગભગ 900 પોઈન્ટ ઘટી ગયો અને 82000 ની નીચે ટ્રેડ કરતો હતો. બપોરના 1 વાગ્યાની આસપાસ સવારની તેજી બાદ બજારમાં ફરી ઘટાડાનું વલણ જોવા મળ્યું. ટેક મહિન્દ્રા, ICICI બેંક, TCS, અદાણી પોર્ટ્સ, ઇન્ફોસિસ, ટાઇટન, HCL ટેક જેવા શેર સેન્સેક્સમાં ઘટાડા માટે જવાબદાર હોવાનું નિષ્ણાતો કહે છે. બજાર ખુલ્યા બાદ આ શેરમાં અંદાજે 1.33 ટકા સુધી ઘટ્યા હતા. 

ભારતનો વિકાસ દર 7%નો મૂડીઝનુ અનુમાન

બપોરના 12 વાગ્યા બાદ બજારની ગતિવિધિ થોડી ધીમી પડી ગઈ. સેન્સેક્સમાં જે શેરો ઘટ્યા તેમાં અદાણી પોર્ટ્સ, એચસીએલ ટેક, ઇન્ફોસિસ, ટાઇટન, સન ફાર્મા, ટીસીએસ, ટેક મહિન્દ્રા અને આઈસીઆઈસીઆઈ બેંકનો સમાવેશ થાય છે, જે 0.34 થી 1.03 ટકા સુધી ઘટ્યા હતા. થોડો સમય ઘટાડા બાદ બજારમાં ફરી રોનક પાછી ફરી અને સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે બંધ થયા. મૂડીઝ રેટિંગ્સે બુધવારે જણાવ્યું હતું કે, ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષમાં 7 ટકાના ઝડપી દરે વૃદ્ધિ પામશે, જે મેક્રો ઇકોનોમિક વેગ અને ઊર્જા પુરવઠાના આંચકાઓને શોષવાની ક્ષમતા દ્વારા પ્રેરિત છે. મૂડીઝ રેટિંગ્સના સકારાત્મક વલણની બજાર પર અસર દેખાઈ.