વૈશ્વિક બજારોમાં તેજી વચ્ચે ભારતીય શેરબજાર મજબૂત રીતે ખુલ્યા. યુએસ અને એશિયન બજારોમાં મજબૂતાઈએ સ્થાનિક શેરબજારના સેન્ટિમેન્ટ પર સકારાત્મક અસર કરી. ફેડરલ રિઝર્વના વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાએ વૈશ્વિક બજારોમાં તેજી જોવા મળી રહી છે.


શેર બજારમાં તેજી 

આઇટી અને જાહેર ક્ષેત્રના બેંકિંગ શેરોમાં વધારો પણ બજારને ટેકો આપી રહ્યો છે. બજાર વિશ્લેષકો કહે છે કે તાજેતરના ઘટાડા પછી શોર્ટ-કવરિંગ જોવા મળી રહ્યું છે. મૂળભૂત પરિબળો સતત ઉછાળાની શક્યતા દર્શાવે છે.

1000 પોઇન્ટનો સેન્સેક્સમાં ઉછાળો 

30  શેરો ધરાવતો બીએસઈ સેન્સેક્સ 1022.50 પોઇન્ટના વધારા સાથે 85,609.51 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 320.50 પોઇન્ટના વધારા સાથે 26,205.30 અંકે બંધ થયો. 

ટોપ ગેનર અને ટોપ લુઝર 

સેન્સેક્સ કંપનીઓમાં ટ્રેન્ટ લિમિટેડ, એક્સિસ બેંક, અદાણી પોર્ટ્સ, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, ટાટા સ્ટીલ, ટાઇટન અને ટાટા મોટર્સ પેસેન્જર લીલા નિશાનમાં ટ્રેડ કરી રહ્યા હતા. બીજી તરફ, ફક્ત ભારતી એરટેલના શેર લાલ નિશાનમાં ટ્રેડ કરી રહ્યા હતા.

ક્ષેત્રીય મોરચે, શરૂઆતના કારોબારમાં બધા ક્ષેત્રો લીલા નિશાનમાં ટ્રેડ કરી રહ્યા હતા. નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં સૌથી મોટો વધારો જોવા મળ્યો, જે 1.86 ટકા વધ્યો. આ ઉપરાંત, નિફ્ટી પીએસયુ બેંક 1.44 ટકા વધ્યો. નિફ્ટી આઇટી ઇન્ડેક્સ અને નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસ પણ લીલા નિશાનમાં ટ્રેડ કરી રહ્યા હતા. 


રમતવીરોએ પાણીમાં દેખાડ્યા કરતબ.. 45મી જુનિયર નેશનલ રોઇંગ ચેમ્પિયનશિપની આજથી શરૂઆત 

  • Follow us on: