એશિયન બજારોમાં સકારાત્મક વલણ વચ્ચે, ભારતીય શેરબજાર સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સત્ર - શુક્રવારે સકારાત્મક સેન્ટિમેન્ટ દર્શાવી રહ્યું છે. ઓટો શેરો, બેંકિંગ શેરો અને ઇન્ડેક્સ હેવીવેઇટ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ઉછાળાથી બજારને ટેકો મળી રહ્યો છે. જોકે, યુએસ અને ઈરાન વચ્ચે તણાવ ચાલુ છે, જેના કારણે રોકાણકારો સાવચેત રહ્યા છે. વધુમાં, આઇટી શેરોમાં વેચાણ દબાણે એકંદર રિકવરીમાં થોડી નરમાઈ લાવી છે.
શેરબજાર તેજી સાથે બંધ
શેરબજારની વાત કરીએ તો, સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થયુ છે. શેરબજાર તેજી સાથે બંધ થયુ છે. સેન્સેક્સ 918 પોઇન્ટના વધારા સાથે 77,550.25 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 274.80 પોઇન્ટના વધારા સાથે 24,049.90 અંકે બંધ થયો.
