એશિયન બજારોમાં સકારાત્મક વલણો વચ્ચે ભારતીય શેરબજાર સોમવારે 6 એપ્રિલે  અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ સત્રમાં ફ્લેટ નોટ પર ખુલ્યા. રવિવારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલી ધમકી બાદ રોકાણકારો સાવચેત દેખાયા, અને શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન કોઈ મોટી શરત લગાવવાનું ટાળ્યું. જોકે, ભૂ-રાજકીય તણાવ ઓછો થવાની આશાએ બજારના સેન્ટિમેન્ટમાં સુધારો થયો છે. ત્રિમાસિક કમાણીની સીઝન પહેલા નાણાકીય સેવાઓ અને બેંકિંગ શેરોમાં ઝડપી ખરીદીને કારણે બજારમાં મજબૂત રિકવરી જોવા મળી.

શેરબજારમાં પર ફરી તેજી 

બપોરે 3.30 કલાકે શેરબજાર તેજી સાથે બંધ થયું. સેન્સેક્સ અને નિફ્ટીમાં લીલા નિશાને બંધ થયા. સેન્સેક્સ 759 પોઇન્ટના વધારા સાથે 74,079.43 અંકે બંધ થયો.જ્યારે નિફ્ટી 244 પોઇન્ટના વધારા સાથે 22,957.50 અંકે બંધ થયો. ત્યારે જાણીએ શેરબજારમાં તેજીના કારણો.

તેજી પાછળના 4 મુખ્ય પરિબળો

1. યુએસ-ઈરાન યુદ્ધવિરામની આશા

બજારમાં રિકવરીનું સૌથી મોટું કારણ ભૌગોલિક તણાવમાં ઘટાડો છે. પાકિસ્તાન દ્વારા પ્રસ્તાવિત શાંતિ માળખાને પગલે અમેરિકા અને ઈરાન વચ્ચે તાત્કાલિક યુદ્ધવિરામની શક્યતા વર્તાઈ રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખુલવાના સમાચારથી વૈશ્વિક બજારમાં સકારાત્મક ઉત્સાહ ફેલાયો છે.

2. મજબૂત રૂપિયો

રિઝર્વ બેંકના હસ્તક્ષેપ અને વૈશ્વિક શાંતિના સંકેતો વચ્ચે રૂપિયો ડોલર સામે 33 પૈસા મજબૂત** થઈને **92.85** ના સ્તરે પહોંચ્યો હતો. રૂપિયાની આ મજબૂતીએ વિદેશી રોકાણકારોનો આત્મવિશ્વાસ વધાર્યો છે.

3. બેંકિંગ શેરોમાં જોરદાર લેવાલી

ખાનગી અને સરકારી બેંકોના શેરના ભાવ આકર્ષક સ્તરે હોવાથી રોકાણકારોએ નીચલા મથાળે ભારે ખરીદી કરી.

બેંક ઓફ મહારાષ્ટ્ર (4.2%), બેંક ઓફ ઈન્ડિયા (4.1%) અને બેંક ઓફ બરોડા (3.5%) જેવા શેરો મોખરે રહ્યા.

કાર્યકારી મૂડીની વધતી માંગને કારણે લોન વૃદ્ધિના આંકડામાં સુધારો જોવા મળ્યો છે.

4. આઈટી (IT) સેક્ટરમાં રિકવરી

લાંબા ઘટાડા બાદ હવે IT શેરોમાં તેજી જોવા મળી રહી છે. માર્ચ ક્વાર્ટરના પરિણામો અપેક્ષા કરતા સારા રહેવાની ધારણાને કારણે રોકાણકારોએ TCS જેવા હેવીવેઈટ શેરોમાં રસ દાખવ્યો છે.


આ પણ વાંચો: ભારતના કયા રાજ્યમાં તેલના સૌથી વધારે કૂવા ?