આજે શેરબજારમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. સેન્સેક્સ તેના દિવસના નીચલા સ્તરથી લગભગ ૧,૪૦૦ પોઈન્ટ ઉછળીને, અંતે ૯૮૯ પોઈન્ટના વધારા સાથે 83021.75  પર બંધ થયો હતો. બીજી તરફ, નિફ્ટી 286.35  પોઈન્ટ વધીને 25514.30  પર બંધ થઈ હતી.

શેરબજાર તેજી સાથે બંધ 

ગુરુવારે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર હિલચાલ જોવા મળી હતી. ટ્રેડિંગ સત્રના અંતે, સેન્સેક્સ 989.94 પોઈન્ટના ઉછાળા સાથે 83,021.75 ના સ્તરે બંધ રહ્યો હતો. બીજી તરફ, નિફ્ટી 50 ઇન્ડેક્સ 286.35 પોઈન્ટ વધીને 25,514.30 ના સ્તરે બંધ થયો હતો. આજે ઓટો સેક્ટરના શેરોનું પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યું હતું, જેમાં નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 4.40% ના વધારા સાથે બંધ થયો હતો.

SBI સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર, 25,160–25,180 ની શ્રેણી નિફ્ટી માટે એક મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ (આધાર સ્તર) તરીકે કામ કરે છે; આનો અર્થ એ છે કે બજારમાં કોઈપણ ઘટાડો જોવા મળે તો આ સ્તરોની આસપાસ ખરીદીનો રસ જોવા મળી શકે છે. ઉપરની તરફ, નિફ્ટીને 25,470–25,490 ની શ્રેણીમાં અવરોધ (રેઝિસ્ટન્સ)નો સામનો કરવો પડી શકે છે.

જો નિફ્ટી 25,160 ની નીચે સરકે છે, તો તેના પર વધુ દબાણ આવી શકે છે, જેમાં આગામી સપોર્ટ લેવલ 24,990 થી 25,010 ની વચ્ચે રહેશે. તેનાથી વિપરીત, જો નિફ્ટી 25,490 ના સ્તરને પાર કરવામાં સફળ રહે છે, તો વર્તમાન તેજી આગળ વધી શકે છે અને ઇન્ડેક્સ 25,640 ના સ્તર સુધી પહોંચી શકે છે.

ઓટો શેરોમાં તેજી; મારુતિ 5% ઉછળ્યો

શેરબજાર લાઈવ: શેરબજારમાં નીચલા સ્તરેથી ખરીદી જોવા મળી રહી છે, જેમાં ઓટો શેરો મજબૂત ગતિ દર્શાવી રહ્યા છે. નિફ્ટી ઓટો ઈન્ડેક્સમાં લગભગ 3%નો ઉછાળો આવ્યો છે. મારુતિ સૌથી વધુ વધનારો શેર છે, જેમાં 5%થી વધુનો વધારો નોંધાયો છે.

મારુતિ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને હિન્દુસ્તાન યુનિલિવરના નેતૃત્વમાં શેરબજારમાં ફરી તેજી જોવા મળી છે. ૩૦ શેર ધરાવતો બીએસઈ સેન્સેક્સ લગભગ ૫૦૦ પોઈન્ટના ઉછાળા સાથે 82573 ના સ્તરે પહોંચ્યો છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં લગભગ 4 ટકાનો વધારો થયો છે, જ્યારે મારુતિના શેરમાં ૬ ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે.


Coriander Chutney: કોથમીરની ચટણી કેટલા દિવસ સારી રહે છે ? જાણો સિક્રેટ રેસિપી