ભારતીય શેરબજારમાં બુધવારે તેજી ભર્યો રહ્યો. કારણ કે શેરબજારમાં આજે તોફાની તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને તેજી સાથે બંધ થયા છે. અમેરિકા દ્વારા ઇરાન સાથે સંઘર્ષ પૂર્ણ થયાના નિવેદનો બાદ આ તેજી જોવા મળી છે.

શેરબજારમાં તેજી 

બપોરે 3.30 કલાકે સેન્સેક્સ પોઇન્ટના વધારા સાથે 1205 અંકે બંધ થયો છે. જ્યારે નિફ્ટી 392.70 પોઇન્ટના વધારા સાથે 23,305.10 અંકે બંધ થયો છે. મહત્વનું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ બજારમાં ખરીદીની ગતિવિધિ જોવા મળી રહી છે. સોમવારે ટ્રમ્પે પુનરોચ્ચાર કર્યો હતો કે મધ્ય પૂર્વમાં યુદ્ધ સમાપ્ત કરવા અંગે ચર્ચાઓ ચાલી રહી છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકાએ ઈરાનના સમગ્ર નેતૃત્વને ખતમ કરી દીધું છે, અને હવે એક નવું નેતૃત્વ ઉભરી આવ્યું છે.

વૈશ્વિક બજારોમાં તેજી

બુધવારે શરૂઆતના કારોબારમાં જાપાન, દક્ષિણ કોરિયા, ચીન અને ઓસ્ટ્રેલિયાના બજારો ઊંચા સ્તરે ખુલ્યા. ટ્રમ્પના એક નિવેદનથી આ ઉછાળો આવ્યો, જેનાથી આશા જાગી કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ ટૂંક સમયમાં ઓછો થઈ શકે છે. જાપાનનો નિક્કી 225 અને દક્ષિણ કોરિયાનો KOSPI અનુક્રમે 2.9 ટકા અને 3.05 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યો હતો. દરમિયાન, યુ.એસ.માં, S&P 500 અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ સોમવારે નીચા સ્તરે બંધ થયા, જેમાં અનુક્રમે 0.37 ટકા અને 0.18 ટકાનો ઘટાડો થયો. નાસ્ડેક કમ્પોઝિટ 0.84 ટકા ઘટીને બંધ થયો.

બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. ધ ન્યૂ યોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ, યુ.એસ.એ યુદ્ધ ટાળવાના પ્રયાસમાં પાકિસ્તાન દ્વારા ઈરાનને 15-પોઇન્ટની યોજના જણાવી છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેહરાન શાંતિ કરાર માટે તૈયાર છે.


આ પણ વાંચો: ભારતના કયા રાજ્યમાં તેલના સૌથી વધારે કૂવા ?