અમેરિકાના ડબલ ટેરિફની અસર શેરબજારમાં સતત બીજા દિવસે જોવા મળી છે.  ઘટાડા સાથે ખુલ્યા બાદ ગુરુવારે પણ સેન્સેક્સ-નિફ્ટી રેડ ઝોનમાં બંધ થયા. બપોરે 3.30 કલાકની જો વાત કરીએ તો, સેન્સેક્સ 705 પોઇન્ટના ઘટાડા સાથે 80,080.57 અંકે બંધ થયો જ્યારે નિફ્ટી 211 પોઇન્ટના ઘટાડા સાથે 24,500 અંકે બંધ થયો. 


રેડ ઝોનમાં બંધ 

મહત્વનું છે કે  બુધવારે ભારત પર 50% ટેરિફ લાદવામાં આવ્યા પહેલા મંગળવારે બજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો, જે આજે પણ ચાલુ રહ્યો અને ટ્રેડિંગના અંતે, બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ ઇન્ડેક્સ 705 પોઈન્ટ ઘટીને બંધ થયો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 211 પોઈન્ટ ઘટીને બંધ થયો. આ સમયગાળા દરમિયાન, આઇટી અને બેંકિંગ શેરોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. તમને જણાવી દઈએ કે બુધવારે ગણેશ ચતુર્થીના અવસર પર શેરબજારમાં રજા જાહેર કરવામાં આવી હતી.

ટ્રમ્પ ટેરિફની અસર 

મહત્વનું છે કે 27 ઓગષ્ટે ટ્રમ્પે ભારત પર 25 ટકા એક્સ્ટ્રા ટેરિફ લાગુ કર્યો હતો. ત્યારે શેરબજારમાં ગણેશ ચતુર્થીની રજા હતી. પરંતુ આજે જ્યારે માર્કેટ ખૂલ્યુ ત્યારે ટેરિફની અસર સ્પષ્ટ જોવા મળી. બીએસઈ સેન્સેક્સ 80,754 પર ખુલ્યો અને પછી થોડા જ સમયમાં તેનો ઘટાડો વધ્યો અને તે 600 થી વધુ પોઈન્ટ ઘટ્યો. પરંતુ પછી અચાનક તીવ્ર રિકવરી પણ જોવા મળી અને ઘટાડો ૨૫૦ પોઈન્ટની આસપાસ રહ્યો, પરંતુ છેલ્લા ટ્રેડિંગ કલાકમાં તે ફરીથી ઘટવા લાગ્યો અને અંતે 705 પોઈન્ટના ઘટાડા સાથે 80,080 પર બંધ થયો.


મંગળવારના પાછલા ટ્રેડિંગ દિવસે, સેન્સેક્સ 849 પોઈન્ટ ઘટીને બંધ થયો. સેન્સેક્સની જેમ, એનએસઈ નિફ્ટીની સ્થિતિ પણ એવી જ હતી અને તે પણ લાલ નિશાનમાં બંધ થયો. 24,695 પર ખુલ્યા પછી, આ ઈન્ડેક્સ 211 પોઈન્ટ ઘટીને 24500 પર બંધ થયો. મંગળવારે, એનએસઈનો આ ઈન્ડેક્સ લપસીને 24, 712 પર બંધ થયો.


વધુ અપડેટ માટે જુઓ..

https://www.bajajbroking.in/indices?utm_source=sandesh&utm_medium=partnership&utm_campaign=indices