એશિયન બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતો વચ્ચે, ભારતીય શેરબજારો સોમવારે (8 સપ્ટેમ્બર) ના રોજ, અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ સત્રમાં વધારા સાથે ખુલ્યા. ઓટો શેરોમાં સતત વધારો અને મેટલ શેરોમાં ખરીદીએ બજારને તેજી તરફ ખેંચ્યું. નબળા યુએસ શ્રમ ડેટાએ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાઓ વધારી. આની બજારની ભાવનાઓ પર સકારાત્મક અસર પડી.
લીલા નિશાનમાં માર્કેટ બંધ
ત્યારે બપોરે 3.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ 76.54 પોઇન્ટના વધારા સાથે 80,787 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 32.15 પોઇન્ટના વધારા સાથે 24,773 અંકે બંધ થયું.
તેજી સાથે શરૂઆત
ભારતીય શેરબજારની શરૂઆત આજે સકારાત્મક થઇ. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં ખૂલ્યા. સેન્સેક્સ +158.59 પોઇન્ટના વધારા સાથે 80,869.35 અંકે ખૂલ્યુ જ્યારે નિફ્ટી +47.20 પોઇન્ટના વધારા સાથે 24,788.20 અંકે ખૂલ્યો. GST સુધારાઓ અંગે સકારાત્મક ભાવના, કાચા તેલના ભાવમાં ઘટાડો અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) દ્વારા મજબૂત ખરીદી બજારની મજબૂતાઈ પાછળના મુખ્ય કારણો છે. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ અંગે અનિશ્ચિતતા યથાવત છે.
વૈશ્વિક સંકેતો કેવા છે?
આજે એશિયન બજારોમાં તેજી જોવા મળી રહી છે. જાપાનના વડા પ્રધાન શિગેરુ ઇશિબાના રાજીનામા અને દેશના GDP વૃદ્ધિ અહેવાલ પહેલા રોકાણકારોએ ખરીદી દર્શાવી હતી. જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 1.7% ના વધારા સાથે અને દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 0.21% ના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો હતો. ચીનનો ઓગસ્ટ ટ્રેડ ડેટા પણ આજે જાહેર કરવામાં આવશે.
યુએસ બજારો પાછલા સત્રમાં નબળા બંધ થયા હતા. S&P 500 ઇન્ડેક્સ 0.32% ઘટ્યો હતો, ડાઉ જોન્સ 0.48% ઘટ્યો હતો, જ્યારે નાસ્ડેક કમ્પોઝિટ 0.03% ના થોડા ઘટાડા સાથે બંધ થયો હતો. નબળા રોજગાર ડેટાએ ત્યાં આર્થિક સુધારાની ગતિ અંગે ચિંતા વધારી છે.
વધુ અપડેટ માટે જુઓ..
https://www.bajajbroking.in/indices?utm_source=sandesh&utm_medium=partnership&utm_campaign=indices