શેરબજારમાં સોમવારે ઘટાડો જોવા મળ્યો છે. બપોરે 3.30 કલાકે માર્કેટ લાલ નિશાનમાં બંધ થયુ છે. સેન્સેક્સ 24.72 પોઇન્ટના ઘટાડા સાથે  83,408.17 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 6.65 પોઇન્ટના ઘટાડા સાથે 25,454.35 અંકે બંધ થયો. 

ટોપ લૂઝર-ટોપ ગેનર 

બેંક નિફ્ટી પણ ફ્લેટ કામકાજ કરી રહ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ પણ એક જ રેન્જમાં છે. ઇન્ડિયા vixમાં 2 ટકાનો વધારો જોવા મળ્યો. આ વચ્ચે ડિફેન્સ શેરમાં પણ દબાણ જોવા મળ્યું. ઇન્ડેક્સ લગભગ 1 ટકા ઘટ્યો. BEL નિફ્ટી ટોપ લૂઝર રહ્યો. જ્યારે ભારત ડાયનેમિક્સ વાયદાના ટોપ લૂર્ઝરમાં સામેલ થયો.

આ તરફ મઝગાંવ ડૉક અને ગાર્ડન રીચમાં પણ ઘટાડો થયો. સારા બિઝનેસ અપડેટને કારણે FMCG કંપનીઓમાં તેજી જોવા મળે છે. FMCG ઇન્ડેક્સ લગભગ 1 ટકા મજબૂત છે. ગોદરેજ કન્ઝ્યુમર અને ડાબર 4-5 ટકા વધીને વાયદાના ટોપ ગેનરમાં સામેલ થયો. જ્યારે HUL લગભગ 2 ટકા વધીને નિફ્ટીનો ટોપ ગેનર બન્યો.

ત્રિ માસિક પરિણામો પર નજર

રોકાણકારો એપ્રિલ-જૂન ક્વાર્ટર (Q1FY26) ના પરિણામો માટે તૈયારી કરશે. ત્રિમાસિક સીઝન આ અઠવાડિયાથી શરૂ થવાની તૈયારીમાં છે. માહિતી ટેકનોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) 10 જુલાઈના રોજ એપ્રિલ-જૂનના પરિણામો સાથે પરિણામોની સીઝન શરૂ કરશે. DMart 11 જુલાઈના રોજ, HCL ટેક 14 જુલાઈના રોજ અને ટેક મહિન્દ્રા 16 જુલાઈ, 2025ના રોજ તેના ત્રિમાસિક પરિણામો જાહેર કરશે.


વૈશ્વિક બજારોમાંથી શું સંકેતો મળી રહ્યા છે?


  • યુએસ ટેરિફ લાદવાની સમયરેખામાં ફેરફારને કારણે એશિયન બજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
  • જાપાનનો બેન્ચમાર્ક નિક્કી 225 0.26 ટકા ઘટ્યો, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.48 ટકા ઘટ્યો છે.
  • ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 ખુલતા સમયે સ્થિર રહ્યો હતો.
  • યુએસ સ્ટોક ફ્યુચર્સ પણ નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા.
  • ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ ફ્યુચર્સ 146 પોઈન્ટ (0.32 ટકા), S&P 500 ફ્યુચર્સ 0.39 ટકા અને નાસ્ડેક 100 ફ્યુચર્સ 0.42 ટકા ઘટ્યા હતા.


વધુ અપડેટ માટે જુઓ..

https://sandesh.com/stockmarket