સોમવારે શેરબજારની શરૂઆત તેજી સાથે થઇ પરંતુ  માર્કેટ દિવસના અંતમાં તો લાલ નિશાનમાં જ સરકી ગયું. બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયા. સેન્સેક્સ 64.77 પોઇન્ટના ઘટાડા સાથે  85,641.90 અંકે બંધ થયો જ્યારે નિફ્ટી 27.20 પોઇન્ટના ઘટાડા સાથે  26,175.75 અંકે બંધ થયો. 


નિફ્ટી 50 ની 25 કંપનીઓના શેર ઘટાડા સાથે બંધ 

આજે સેન્સેક્સ ની 30 માંથી 14  કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા, જ્યારે બાકીની 16 કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ રંગમાં બંધ થયા. તેવી જ રીતે, નિફ્ટી 50 ની 50 માંથી 25 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા, જ્યારે બાકીની 25 કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ રંગમાં બંધ થયા. સેન્સેક્સ ની કંપનીઓમાં, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ (TMPV) સૌથી વધુ 1.86  ટકાના વધારા સાથે બંધ થયા, જ્યારે બજાજ ફાઇનાન્સ સૌથી વધુ 1.77 ટકાના ઘટાડા સાથે બંધ થયા.

આ કંપનીઓના શેર લીલા રંગમાં બંધ 

સોમવારે સેન્સેક્સની અન્ય કંપનીઓમાં, મારુતિ સુઝુકી 1.37 ટકા, BEL 1.32 ટકા, કોટક મહિન્દ્રા બેંક 1.21 ટકા, અદાણી પોર્ટ્સ 1.03 ટકા, HCL ટેક 0.75 ટકા, ટેક મહિન્દ્રા 0.63 ટકા, એટરનલ 0.60 ટકા, NTPC 0.43 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.41 ટકા, ટાટા સ્ટીલ 0.39 ટકા, ઇન્ફોસિસ 0.17 ટકા, ICICI બેંક 0.12 ટકા અને પાવરગ્રીડ 0.07 ટકાના વધારા સાથે બંધ થયા.

લાલ રંગમાં કઇ કંપનીના શેર બંધ થયા 


બીજી તરફ, આજે સન ફાર્માના શેર 1.15 ટકા, ટ્રેન્ટ 0.73 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.69 ટકા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 0.67 ટકા, ભારતી એરટેલ 0.60 ટકા, બજાજ ફિનસર્વ 0.55 ટકા, HDFC બેંક 0.40 ટકા, ટાઇટન 0.35 ટકા, એક્સિસ બેંક 0.30 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.28 ટકા, હિન્દુસ્તાન યુનિલિવર 0.28 ટકા, L&T 0.15 ટકા, TCS 0.10 ટકા, ITC 0.09 ટકા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર 0.05 ટકાના ઘટાડા સાથે બંધ થયા.


વધુ વાંચો- Winter Session of Parliament: સદન નાટકો કરવાની જગ્યા નથી..નારા નહી નીતિ પર ફોકસ કરો... વિપક્ષને PM Modiની સલાહ