કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર લાલ નિશાનમાં બંધ થયુ. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયુ. સેન્સેક્સ 160.73 પોઇન્ટના ઘટાડા સાથે 75,237.99 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 29.15 પોઇન્ટના ઘટાડા સાથે 23,660.45 અંકે બંધ થયો.
શેરબજાર ઘટાડા સાથે બંધ
મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે, આજે સ્થાનિક શેરબજારમાં તેજી જોવા મળી હતી. IT અને ઓટો સેક્ટરના શેરોમાં ખરીદીની પ્રવૃત્તિને કારણે, નિફ્ટી અને સેન્સેક્સ બંનેમાં વધારો જોવા મળ્યો.બપોરે 12:00 વાગ્યા સુધીમાં, નિફ્ટી 50 25.90 પોઈન્ટ (અથવા 0.11%) વધીને 23,718.00 પર ટ્રેડ થતો જોવા મળ્યો, જ્યારે સેન્સેક્સ 89.29 પોઈન્ટ (અથવા 0.12%) વધીને 75,485.17 પર પહોંચ્યો. નિફ્ટી 50 ઇન્ડેક્સમાં, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ, અદાણી એન્ટરપ્રાઇઝ અને કોલ ઇન્ડિયા જેવા શેરો ટોચના ગેઇનર્સ તરીકે ઉભરી આવ્યા.
