ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીની માલ પર 100% ટેરિફની જાહેરાત અને ત્યારબાદ ચીનના વાણિજ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવેલા વળતા હુમલાથી બંને દેશો વચ્ચે વેપાર તણાવ વધ્યો છે.પરિણામે એશિયાઇ બજારમાં હાહાકાર મચ્યો છે. ત્યારે વાત કરીએ ભારતીય શેરબજારની તો બપોરે 3.30 કલાકે શેરબજાર લાલ નિશાનમાં બંધ થયુ છે. સેન્સેક્સ 148.31 પોઇન્ટના ઘટાડા સાથે 82,352 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 47.20 પોઇન્ટના વધારા સાથે 25,238.15 અંકે બંધ થયો. 

લાલ નિશાનમાં જ ખૂલ્યુ હતું માર્કેટ 

સવારે 9.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં ખૂલ્યા. સેન્સેક્સ 393.71 પોઇન્ટના ઘટાડા સાથે 82,107.11 અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી −116.9 પોઇન્ટના ઘટાડા સાથે 25,168.45 0 અંકે ખૂલ્યો.

વૈશ્વિક બજારોમાં શું છે સ્થિતિ ?


ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર 100% ટેરિફ (US 100% Tariff on China) લાદવાની જાહેરાત કરી છે. આનાથી ફરી એકવાર વેપાર યુદ્ધના સંકેતો ઉભા થયા છે. જો કે ચીને પણ પલટવાર કર્યો છે. બંને મોટી અર્થવ્યવસ્થા વચ્ચે ટેરિફ ટેન્શનની અસર આજે એશિયાઇ બજાર પર જોવા મળી રહી છે.

ટ્રમ્પ દ્વારા ચીન પર 100% ટેરિફ લાદવાની જાહેરાતની અસર ફક્ત એશિયન બજારોમાં જ નહીં. અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે જાપાનથી લઈને હોંગકોંગ અને દક્ષિણ કોરિયા સુધીના બજારો ભારે નુકસાન સાથે ટ્રેડ કરી રહ્યા છે. નિક્કી ૪૯૧.૬૪ પોઈન્ટ અથવા 1.01% ઘટીને 48,088.80 પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે હોંગકોંગનો હેંગસેંગ 534.33 પોઈન્ટ અથવા 1.98 % ઘટીને 25756 પર ટ્રેડ કરી રહ્યો છે.

દક્ષિણ કોરિયાનો KOSPI ઇન્ડેક્સ પણ 38.31 પોઈન્ટ અથવા 1.06 % ઘટીને 3572.29 પર ટ્રેડ કરી રહ્યો છે. અન્ય એશિયન બજારોમાં પણ નુકસાન જોવા મળ્યું. FTSE100 (81.93 પોઈન્ટ), CAC (123.36 પોઈન્ટ) અને DAX (369.73 પોઈન્ટ) શરૂઆતના ટ્રેડિંગમાં નીચા સ્તરે ટ્રેડ કરી રહ્યા હતા.


તેલના ભાવમાં વધારો

સોમવારે સવારે તેલના ભાવમાં વધારો થયો. બ્રેન્ટ ક્રૂડ તેલ ૧.૩૮% વધીને $૫૯.૭૧ પ્રતિ બેરલ થયું. દરમિયાન, યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ તેલ ૧.૩૬% વધીને $૬૩.૫૮ પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું હતું