સોમવાર 16 જૂને શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થયા છે. સેન્સેક્સ 677.55  પોઇન્ટના વધારા સાથે 81,796  અંક પર બંધ થયો જ્યારે નિફ્ટી 227.90 પોઇન્ટના વધારા સાથે 24,946 અંક પર બંધ થયો છે.

ટોપ ગેનર-ટોપ લૂઝર 

આઇટીને છોડીને તમામ સેક્ટર ઇન્ડેક્સ દબાણમાં કામકાજ કરી રહ્યા છે. સીપલા, એલએન્ડ ટી અને શ્રીરામ ફાઇનાન્સ અને એસબીઆઇ લાઇફ અને શ્રી રામ ફાઇનાન્સ ટોપ ગેનર રહ્યા. જ્યારે ટાટા મોટર્સ, ડૉ. રેડ્ડી લેબ્સ, જીઓ ફાઇનાન્સિયલ અને એક્સિસ બેંક ટોપ લૂઝર રહ્યો. બીએસઇનો મિડકેપ ઇન્ડેક્સ 0.7 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 1.3 ટકા ઘટ્યો. 

વૈશ્વિક બજારમાં શું છે સંકેતો ?

એશિયાઇ પેસિફિક શેરબજારમાં સોમવારે સામાન્ય તેજી જોવા મળી. કારણ કે રોકારણકારોએ ઇઝરાયલ અને ઇરાન વચ્ચે વધતા તણાવ અને ચીનના લેટેસ્ટ આર્થિક આંકડાઓનું મૂલ્યાંકન કરી રહ્યા છે.

ગંભીર ભૂ રાજકીય સ્થિતિ વચ્ચે રોકાણકારો સુરક્ષિત રોકાણનો વિકલ્પ અપનાવી રહ્યા છે. પરિણામે તેલની કિંમતોમાં ઉછાળો આવ્યો છે. સોનાનો પણ ભાવ વધ્યો છે. ઇઝરાયલ-ઇરાન વચ્ચે મિસાઇલ હુમલાનો સિલસિલો યથાવત છે પરિણામે વૈશ્વિક બજારોમાં ચિંતા વધી છે.

આ વચ્ચે જાપાનનો નિક્કેઇ ઇન્ડેક્સ 0.94 ટકા , ટૉપિક્સ 0.97 ટકા અપ રહ્યો. જ્યારે કોરિયાઇ કોસ્પીમાં 0.14 ટકાનો વધારો જોવા મળ્યો. જ્યારે ઓસ્ટ્રેલિયાઇ ASX 200 ઇન્ડેક્સ 0.23 ટકા વધ્યો,

અમેરિકી બજારની વાત કરીએ તો શુક્રવારે વોલ સ્ટ્રીટમાં ઘટાડો નોંધાયો હતો. ઉર્જા કિંમતોમાં તેજી અને પશ્ચિમ એશિયા સંકટને કારણે ડાઉ જોન્સ1.79 ટકા અને એસએન્ડપી 500 1.13 ટકા અને નૈસ્ડેક 1.30 ટકા ઘટ્યો હતો. જો કે એશિયામાં સોમવારે અમેરિકી ફ્યૂચર્સ સામાન્ય તેજી સાથે કારોબાર કરતા જોવા મળ્યો.


વધુ અપડેટ માટે જુઓ.. 

https://sandesh.com/stockmarket