આજે સવારથી માર્કેટ ખૂલ્યા બાદ ઉતાર ચઢાવ વચ્ચે આજે શેરબજાર લીલા નિશાનમાં બંધ થયુ. સેન્સેક્સ +446.93 પોઇન્ટના વધારા સાથે 81,337 અંકે બંધ થયો જ્યારે નિફ્ટી 147 પોઇન્ટના વધારા સાથે 24,828 અંકે બંધ થયો. મિડકેપ, સ્મોલકેપ સૂચકાંકો વધારા સાથે બંધ થયા. રિયલ્ટી, ફાર્મા અને એનર્જી શેરોમાં ખરીદી જોવા મળી. તેલ-ગેસ, ધાતુ, ઓટો ઇન્ડેક્સ વધારા સાથે બંધ થયા.
ટોપ ગેનર અને ટોપ લુઝર
સેન્સેક્સ કંપનીઓમાં ભારત ઇલેક્ટ્રોનિક્સ, ઇટરનલ (ઝોમેટો), ઇન્ફોસિસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ICICI બેંક, TCS, ટાઇટન કંપની, HDFC બેંક અને એશિયન પેઇન્ટ્સ લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. બીજી તરફ, સન ફાર્મા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL), કોટક બેંક, ટાટા મોટર્સ, ટ્રેન્ટ, HCL ટેક, પાવર ગ્રીડ અને HUL 0.5 ટકા સુધી વધ્યા હતા.
વૈશ્વિક બજારોમાંથી શું સંકેતો મળી રહ્યા છે?
- રોકાણકારો યુએસ-ચીન વેપાર વાટાઘાટોના પરિણામની રાહ જોઈ રહ્યા હોવાથી એશિયન બજારો સુસ્ત નોંધ પર ખુલ્યા.
- જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 0.83 ટકા અને હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 0.42 ટકા ઘટ્યો હતો.
- સોમવારે વોલ સ્ટ્રીટમાં ઘટાડો જોવા મળ્યો. નવા યુએસ-ઇયુ વેપાર કરારથી બજારના સેન્ટિમેન્ટમાં કોઈ સુધારો થયો નથી.
- S&P 500 ઇન્ડેક્સ લગભગ યથાવત રહ્યો અને સકારાત્મક વલણ રહ્યું. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.14 ટકા ઘટ્યો.
વધુ અપડેટ માટે જુઓ..
https://sandesh.com/stockmarket