શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં ખૂલ્યા અને લાલ નિશાનમાં જ બંધ થયા છે. સેન્સેક્સ 54.30 પોઇન્ટના ઘટાડા સાથે 85,183.66 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 19.65 પોઇન્ટના નજીવા ઘટાડા સાથે 26,027.30 અંકે બંધ થયો.
વૈશ્વિક બજારોના શું છે સંકેતો
એશિયન બજારો નબળા પડ્યા છે. કોરિયાનો કોસ્પી 2.16% ઘટ્યો, જાપાનનો નિક્કી 1.3% ઘટ્યો, અને ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 0.66% ઘટ્યો. વોલ સ્ટ્રીટ નબળો પડ્યો, S&P 500 1.07% ઘટ્યો, Nasdaq 1.69% ઘટ્યો અને Dow 0.51% ઘટ્યો. રોકાણકારો ટેકનોલોજી શેરોથી દૂર અન્ય ક્ષેત્રો તરફ વળ્યા.
શુક્રવારે શેરબજારની સ્થિતિ?
શુક્રવારે, સેન્સેક્સ 449.53 પોઈન્ટ વધીને 85,267.66 પર પહોંચ્યો, જ્યારે નિફ્ટી 148.40 પોઈન્ટ વધીને 26,046.95 પર પહોંચ્યો. FII એ ₹396.26 કરોડના શેર વેચ્યા, DII એ ₹2,828.21 કરોડની ખરીદી કરી.
યુએસ બજારોમાં પણ ઘટાડો થયો
માત્ર એશિયન બજારો જ નહીં, પરંતુ યુએસ શેરબજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો. ગઈકાલે ડાઉ ફ્યુચર્સ 115 પોઈન્ટના વધારા સાથે બંધ થયા હતા, ત્યારે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 245 પોઈન્ટ ઘટીને 48,479.04 પર બંધ થયો હતો. S&P 500 ઇન્ડેક્સ પણ 1.06 ટકા અથવા 73.11 પોઈન્ટ ઘટીને 6,848.89 પર બંધ થયો હતો.
એશિયન બજારો ખુલતાની સાથે જ ખરાબ સ્થિતિમાં
એશિયન શેરબજારોની વાત કરીએ તો, જાપાનથી કોરિયા સુધીના બજારોમાં ગભરાટ ફેલાયો હતો. સોમવારે શરૂઆતના કારોબારમાં જાપાની નિક્કી ઇન્ડેક્સ 1.50 ટકા અથવા 745 પોઇન્ટ ઘટીને 50,092.10 પર ટ્રેડ થયો હતો. હોંગકોંગનો હેંગ સેંગ 235 પોઇન્ટ ઘટીને 25,741 પર ટ્રેડ થયો હતો.
અન્ય એશિયન બજારોની વાત કરીએ તો, દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 1.61 ટકા અથવા 68 પોઇન્ટ ઘટીને 4,099 પર ટ્રેડ થયો હતો. તે અગાઉ ખુલતા જ 2 ટકાથી વધુ ઘટ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં S&P/ASX 200 ઇન્ડેક્સ લગભગ 0.66% ઘટ્યો હતો.