મંગળવારે શેરબજારની શરૂઆત લાલ નિશાનમાં થઇ હતી. જ્યારે બપોરે 3.30 કલાકે માર્કેટ લાલ નિશાનમાં જ બંધ થયું. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઘટાડા સાથે બંધ થયા. સેન્સેક્સ 308 પોઇન્ટના ઘટાડા સાથે 80,710 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી −73.70 પોઇન્ટના ઘટાડા સાથે 24,649 અંકે બંધ થયો. 

ટ્રમ્પે આપી છે ધમકી

ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ભારત પર વધારાના ટેરિફ લાદવાની ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણ ભારતમાંથી આવતા માલ પર ટેરિફમાં ભારે વધારો કરવામાં આવશે. જ્યારે ભારતે કહ્યું હતું કે તે તેના હિતોનું રક્ષણ કરવા માટે પગલાં લેશે. તો બીજી તરફ બજારના રોકાણકારો 4 થી 6 ઓગસ્ટ દરમિયાન યોજાનારી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ની નાણાકીય નીતિ સમિતિ (MPC) ની બેઠક પર પણ નજર રાખી રહ્યા છે. કેટલાક નિષ્ણાતો વ્યાજ દરમાં 25 બેસિસ પોઇન્ટનો વધુ ઘટાડો થવાની અપેક્ષા રાખી રહ્યા છે. જ્યારે અન્ય લોકો માને છે કે સમિતિ ફુગાવાના અનુમાનને વધુ ઘટાડશે.


વૈશ્વિક બજારોની સ્થિતિ શું છે?

વોલ સ્ટ્રીટમાં વધારા પછી એશિયન બજારો વધ્યા. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 0.43 ટકા, ઓસ્ટ્રેલિયાનો ASX 200 1.14 ટકા, મેઇનલેન્ડ ચીનનો CSI 300 ઇન્ડેક્સ 0.33 ટકા, હોંગકોંગનો હેંગ સેંગ 0.29 ટકા અને દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.49 ટકા વધ્યો.


યુએસ બજારો વધારા સાથે બંધ થયા. રોકાણકારોએ નવીનતમ કોર્પોરેટ કમાણીના ડેટા પર નજર રાખી. ટ્રેડિંગ બંધ થતાં, ડાઉ જોન્સ 1.34 ટકા, S&P 500 1.47 ટકા અને Nasdaq 1.95 ટકા વધ્યો.

વધુ અપડેટ માટે જુઓ..

https://www.bajajbroking.in/indices?utm_source=sandesh&utm_medium=partnership&utm_campaign=indices