સોમવારે શેરબજારની શરૂઆત તેજી સાથે થઇ હતી. ત્યારે બપોરે 3.30 કલાકે પણ શેરબજાર લીલા નિશાને જ બંધ થયુ. સેન્સેક્સ 279 પોઇન્ટના વધારા સાથે 82,468 અંક પર બંધ થયો. જ્યારે નિફ્ટી 100.30 પોઇન્ટના વધારા સાથે 25,103.35 અંકે બંધ થયો. 

લીલા નિશાને માર્કેટ બંધ 

મિડકેપ અને સ્મોલકેપ શેર આજે આઉટપર્ફોમ કરી રહ્યા છે. સરકારી બેંકમાં સૌથી વધારે મજબૂતી જોવા મળી રહી છે. સરકારી બેંક ઇન્ડેક્સ લગભગ 2 ટકા વધ્યો છે. યુનિયન બેંક, કેનરા બેક અને બેંક ઓફ ઇન્ડિયાના 3થી 4 ટકા વધ્યા છે. રિયલ્ટીને છોડીને તમામ સેક્ટોરલ ઇન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા. બીએસઇનો મિડ અને સ્મોલકેપ ઇન્ડેક્સ 1 ટકા વધારો થઇને બંધ થયો.

નિફ્ટી ટોપ-લૂઝર અને ગેનર 

બજાજ ફાઇનાન્સ, કોટક મહિન્દ્રા, એક્સિસ બેંક, જીઓ ફાયનાન્સિયલ અને ટ્રેન્ટ નિફ્ટીનો ટોપ ગેનર રહ્યા છે. જ્યારે આઇસીઆઇસીઆઇ બેંક, ટાઇટન કંપની, એમએન્ડ એમ , ભારતી એરટેલ અને ઇટર્નલ નિફ્ટીના ટોપ લૂઝર રહ્યા.

વૈશ્વિક બજારોમાંથી શું મળે છે સંકેત?

વૈશ્વિક બજારોની વાત કરીે તો સોમવારે એશિયાઇ બજારમાં તેજી જોવા મળી. રોકાણકારો વોશિંગ્ટન અને બિજિંગના વેપાર વાર્તા પર નજર રાખીને બેઠા છે. જાપાનનો નિક્કેઇ 225 ઇન્ડેક્સ 0.95 ટકા વધ્યો અને દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 1.73 ટકા વધ્યો. ઓસ્ટ્રેલિયાઇ બજાર સાર્વજનિક રજાને કારણે બંધ છે.

અમેરિકી બજારોમાં વોલ સ્ટ્રીટના પ્રમુખ ઇન્ડેક્સ શુક્રવારે વધારા સાથે બંધ થયા. આશા કરતા સારુ બિન કૃષિ પેરોલ ડેટાએ આર્થિક મંદીની આશંકાઓને ઓછી કરવાને પગલે વૉલ સ્ટ્રીટમાં તેજી આવી. સરકારી ડેટા અનુસાર અમેરિકી પેરોલ 139000 સુધી પહોંચી ગયો. ડાવ જોન્સના 125000 પૂર્વાનુમાનથી વધારે છે. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજમાં 1.05 ટકા વધારો થયો છે. એસએન્ડપી 500માં પણ 1.03 ટકાની વૃદ્ધિ થઇ તથા નૈસ્ડેક કંપોઝિટમાં 1.20 ટકાની તેજી આવી.



વધુ અપડેટ માટે જુઓ.. https://sandesh.com/stockmarket