સોમવારે શેરબજારની શરૂઆત લાલ નિશાનમાં થઇ હતી. પરંતુ દિવસ દરમિયાન માર્કેટમાં ઉતાર ચઢાવ જોવા મળ્યા. ત્યારે બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં જ બંધ થયા. સેન્સેક્સ 442 પોઇન્ટના વધારા સાથે 82,200 અંક પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી 122.30 પોઇન્ટના વધારા સાથે 25,095.65 અંક પર બંધ થયો.બેંકિંગ શેરોમાં સારી ખરીદી જોવા મળી જ્યારે મેટલ, રિયલ્ટી, ઓટો શેરોમાં ખરીદી જોવા મળી. ઓઇલ-ગેસ, એફએમસીજી, આઇટી શેરોમાં દબાણ રહ્યું. મિડકેપ શેરોમાં ખરીદી, સ્મોલકેપ ઇન્ડેક્સ નીચલા સ્તરથી રિકવર થયા પછી બંધ થયો.


વૈશ્વિક બજારોમાંથી શું સંકેતો છે?

સોમવારે એશિયન બજારો મિશ્ર હતા. રોકાણકારો ચીનથી આવતા મુખ્ય નીતિ સંકેતોનું મૂલ્યાંકન કરી રહ્યા હતા અને નવા વેપાર વિકાસ પર નજર રાખી રહ્યા હતા. 

પીપલ્સ બેંક ઓફ ચાઇનાએ આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે અપેક્ષા મુજબ તેના બેન્ચમાર્ક લોન પ્રાઇમ રેટમાં ફેરફાર કર્યો નથી. 

એક વર્ષનો LPR 3 ટકા પર રહ્યો, જ્યારે મોર્ટગેજ માટે વપરાતો પાંચ વર્ષનો LPR 3.50 ટકા પર રહ્યો.

 દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 0.49 ટકા વધ્યો.

 જ્યારે ASX 200 1 ટકા ઘટ્યો. 

જાપાનના શેરબજારો આજે દરિયાઈ દિવસ માટે બંધ રહ્યા. 

S&P 500 ફ્યુચર્સ 0.06 ટકા, Nasdaq 100 ફ્યુચર્સ 0.08 ટકા અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ ફ્યુચર્સ 24 પોઈન્ટ અથવા 0.05 ટકા વધ્યા.

 

વધુ અપડેટ માટે જુઓ..

https://sandesh.com/stockmarket