શેરબજારમાં સતત સાતમાં દિવસે કંસોલિડેશનનો મૂડ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી ઓછા પોઇન્ટના વધારા સાથે બંધ થયા છે. બપોરે 3.30 કલાકે સેન્સેક્સ 83,706 અંક પર +264.46 પોઇન્ટના વધારા સાથે બંધ થયો., જ્યારે નિફ્ટી 63.20 પોઇન્ટના વધારા સાથે 25,524.50 અંકે બંધ થયો. 

રિકવરી જોવા મળી 

જો કે આજે માર્કેટમાં શોર્ટ રિકવરી જોવા મળી. છેલ્લા કલાકોમાં માર્કેટમાં શાનદાર રિકવરી સાથે બંધ થયુ. સેન્સેક્સ, નિફ્ટી વધારા સાથે બંધ થયા. મિડકેપ, સ્મોલ કેપ નીચેથી સુધરીને બંધ થયા. રિયલ્ટી, પીએસઇ અને બેંકિંગ શેરમાં ખરીદી રહી જ્યારે આઇટી, તેલ ગેસ ઇન્ડેક્સ વધારા સાથે બંધ થયો. ફાર્મા, ઓટો અને એફએમસીજી શેરમાં દબાણ જોવા મળ્યું.

3 પર્સેન્ટના ઘટાડા સાથે લગભગ 10 મહિનાના નીચલા સ્તર પર ઇન્ડિયા vix પર પહોંચ્યો. આઇટી અને રિયલ્ટીમાં સૌથી વધારે ખરીદી દોવા મળી રહી છે. બંને ઇન્ડેક્સ અડધો ટકા વધ્યો. કોફોર્ઝ અને એમ્ફૈસિસ 2-2 ટકા વધ્યા. પરંતુ હેલ્થકેરમાં કન્ઝ્યુમર ડ્યૂરેબન્સમાં ઘટાડો જોવા મળ્યો. જ્યારે ગઇકાલે તેજી બાદ આજે એફએમસીજીમાં સુસ્તી જોવા મળી રહી છે.

વૈશ્વિક બજારોની સ્થિતિ શું છે?

  • ટ્રમ્પ દ્વારા નવા ટેરિફની જાહેરાત બાદ ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.94 ટકા ઘટ્યો.
  • S&P 500 0.79 ટકા ઘટ્યો.
  • Nasdaq Composite 0.92 ટકા ઘટ્યો.
  • એશિયન કલાકોમાં યુએસ સ્ટોક ફ્યુચર્સ પણ નીચા ટ્રેડિંગમાં હતા.
  • ડાઉ ફ્યુચર્સ 0.15 ટકા અને S&P 500 0.05 ટકા ઘટ્યો.
  • મિશ્ર શરૂઆત પછી એશિયન બજારો ઊંચા ટ્રેડિંગમાં હતા.
  • જાપાનનો નિક્કી 225 બેન્ચમાર્ક 0.21 ટકા વધ્યો.
  • દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 1.13 ટકા વધ્યો.
  • રિઝર્વ બેંક ઓફ ઓસ્ટ્રેલિયાના વ્યાજ દરના નિર્ણય પહેલા ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 બેન્ચમાર્ક 0.21 ટકા વધ્યો.
  • હોંગકોંગનો હેંગ સેંગ 0.17 ટકા વધ્યો.વધુ અપડેટ માટે જુઓ..

https://sandesh.com/stockmarket