ઇરાન ઇઝરાયલ વચ્ચે તણાવની અસર ભારતીય શેરબજાર પર પડી છે. નિફ્ટી અને સેન્સેક્સ બંને લાલ નિશાનમાં બંધ થયા છે. બપોરે 3.30 કલાકની સ્થિતિ જોઇએ તો, સેન્સેક્સ 524.62 પોઇન્ટના ઘટાડા સાથે 81,167અંકે બંધ થયો જ્યારે નિફ્ટી 152 પોઇન્ટના ઘટાડા સાથે 24,736 અંકે બંધ થયો.
માર્કેટ લાલનિશાનમાં બંધ
મિડકેપ અને સ્મોલકેપમાં પણ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. તમામ સેક્ટર લાલ નિશાનમાં કામકાજ કરી રહ્યા છે. મેટલ, ઓઇલ એન્ડ ગેસ, ફાર્મા, ઓટો અને પીએસયૂ બેંક, આઇટી ઇન્ડેક્સમાં દબાણ જોવા મળી રહ્યું છે. અદાણી પોર્ટ્સ, ટ્રેન્ટ, પાવર ગ્રિડ કોર્પ, અદાણી એન્ટર પ્રાઇઝ, કોટક મહિન્દ્રા બેંક નિફ્ટી ટોપ લુઝર છે.
ઇરાન-ઇઝરાયલની ઇફેક્ટ
ઈરાન પર વહેલી સવારે ઈઝરાયલના મિસાઈલ હુમલાએ આ સમગ્ર ચિત્ર બદલી નાખ્યું. 13મી તારીખ જે પશ્ચિમી સંસ્કૃતિમાં અશુભ માનવામાં આવે છે, તેણે ફરી એકવાર તેનો સાચો રંગ બતાવ્યો. જો આપણે તેને ફરી એકવાર બજારનો બ્લેક ફ્રાઈડે કહીએ તો ખોટું નહીં હોય. શેરબજારમાં સવારે 800થી પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.
આ શેર્સમાં ઘટાડો
BSE ટોપ 30 ના તમામ શેર ઘટ્યા છે. L&T માં 2.18% નો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ પછી, ટાટા મોટર્સ, અદાણી પોર્ટ્સ, કોટક, SBI, બજાજ ફાઇનાન્સ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.
ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો
ઇઝરાયલે ઇરાન પર હુમલો કર્યો. જેને કારણ તેલના પુરવઠાને લઇને ચિંતા વધી છે. એવામાં WTI Crude Oil એ કિંમત 9.22% વધારીને 74.36 ડોલર પ્રતિ બૈરલ પર પહોંચી ગયા છે. જ્યારે બ્રેંટ ક્રૂડ ઓઇલની કિંમત 8.84 ટકા વધતા આ 75.49 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયા. કાચા તેલની કિંમતમાં તેજી થવાથી શેરબજારમાં દબાણ રહેશે અને મોંઘવારી વધી શકે છે.
વધુ અપડેટ માટે જુઓ..
https://sandesh.com/stockmarket