શેરબજાર લાલ નિશાનમાં જ બંધ થયુ છે. શુક્રવારે શેરબજારની શરૂઆત લાલ નિશાનમાં જ થઇ હતી. બપોરે 3.30 કલાકે લાલ નિશાનમાં જ માર્કેટ બંધ થયુ. સેન્સેક્સ 501 પોઇન્ટના ઘટાડા સાથે 81,740 અંક પર બંધ થયુ છે જ્યારે નિફ્ટી 144 પોઇન્ટના ઘટાડા સાથે 24,967.40 અંક પર બંધ થયો હતો.
રોકાણકારો દાખવી રહ્યા છે સાવધાની
ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરાર પહેલા રોકાણકારો સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે. રોકાણકારોના રડાર પર એક્સિસ બેંક, વિપ્રો અને LTIMindtree જેવી કંપનીઓ પણ છે, જેમણે નાણાકીય વર્ષ 26 ના પ્રથમ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. રોકાણકારો આ કંપનીઓના શેર પર નજર રાખી રહ્યા છે. મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ હવે મંદીના તબક્કામાં પ્રવેશી ચૂક્યા છે. નિફ્ટી મિડ કેપ ઇન્ડેક્સ અને નિફ્ટી સ્મોલ કેપ ઇન્ડેક્સમાં અનુક્રમે 0.05 ટકા અને 0.02 ટકાનો ઘટાડો થયો.
વૈશ્વિક બજારનો ટ્રેન્ડ કેવો રહ્યો?
વૈશ્વિક બજારની વાત કરીએ તો વોલ સ્ટ્રીટ વધારા સાથે બંધ થયો. S&P 500 માં 0.54 ટકા, ડાઉ જોન્સમાં 0.52 ટકા અને નાસ્ડેકમાં 0.74 ટકાનો વધારો જોવા મળ્યો.
જૂન 2025 માં યુએસમાં છૂટક વેચાણમાં 0.6 ટકાનો વધારો થયો, જે 0.1 ટકાના અંદાજ કરતા ઘણો વધારે છે અને આ સાથે છૂટક વેચાણમાં બે મહિનાનો ઘટાડો સમાપ્ત થયો.
યુએસ લેબર ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે 12 જુલાઈના રોજ પૂરા થયેલા સપ્તાહમાં બેરોજગારીના દાવાની સંખ્યા 7,000 ઘટીને 2,21,000 થઈ ગઈ છે. જ્યારે તે વધીને 2,35,000 થવાનો અંદાજ હતો. આ સકારાત્મક આંકડાઓ પછી, રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે.વધુ અપડેટ માટે જુઓ..
https://sandesh.com/stockmarket