ગુરુવારે શેરબજાર લાલ નિશાનમાં જોવા મળ્યું છે. બપોરે 3.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ −345.80 પોઇન્ટના ઘટાડા સાથે 83,190.28 અંક પર બંધ થયો જ્યારે નિફ્ટી −127.80 પોઇન્ટના ઘટાડા સાથે 25,348.30 અંક પર બંધ થયો.
ટોપ ગેનર્સ અને ટોપ લુઝર

સેન્સેક્સના પ્રમુખ શેર્સ ટાટા મોટર્સ, ઇન્ફોસિસ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ખોટમાં રહ્યા. જ્યારે ટાટા સ્ટીલ, પાવર ગ્રિડ અને એક્સિસ બેંક તથા બજાજ ફાઇનાન્સના શેર પ્રોફિટમાં રહ્યા.
આ પરિબળો ભજવે છે ભૂમિકા
આજે સ્થાનિક શેરબજારની ચાલ ઘણા મહત્વપૂર્ણ પરિબળોથી પ્રભાવિત થાય છે. જેમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસી, ફેડરલ રિઝર્વની તાજેતરની બેઠકની મિનિટ્સ, TCS ના ત્રિમાસિક પરિણામો, વિદેશી રોકાણકારોની પ્રવૃત્તિઓ અને પ્રાથમિક બજારમાં હલનચલનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વૈશ્વિક બજારમાંથી મિશ્ર સંકેતો પણ બજારની દિશા નક્કી કરવામાં ભૂમિકા ભજવશે.
વૈશ્વિક બજારોમાં શું છે સ્થિતિ?
વધુ અપડેટ માટે જુઓ..
https://sandesh.com/stockmarket