ભારતીય શેરબજારમાં ગુરુવારે ઘટાડાનો દોર જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયો છે. સેન્સેક્સ 363 પોઇન્ટના ઘટાડા સાથે 82,271 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 101.80 પોઇન્ટના ઘટાડા સાથે 25,110.25 અંકે બંધ થયો.
કેમ માર્કેટ ડાઉન?

ભારતીય શેરબજારમાં ગુરુવારે ઘટાડાનો દોર જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયો છે. સેન્સેક્સ 363 પોઇન્ટના ઘટાડા સાથે 82,271 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 101.80 પોઇન્ટના ઘટાડા સાથે 25,110.25 અંકે બંધ થયો.
કેમ માર્કેટ ડાઉન?
એશિયન બજારોમાં મિશ્ર વલણો વચ્ચે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયા. એપ્રિલ-જૂન ક્વાર્ટરના આઇટી પરિણામો અપેક્ષા કરતા નબળા રહેવાને કારણે રોકાણકારોની ભાવનાઓ પર અસર પડી હતી. આ કારણે આજે આઇટી શેરોમાં 3 ટકાનો ઘટાડો થયો હતો. ઉપરાંત ભારત-અમેરિકા વેપાર સોદા પર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણીઓ વચ્ચે રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું હતું. ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલના કાર્યકાળ અંગેની અનિશ્ચિતતાએ બજારના સેન્ટિમેન્ટને અસર કરી હતી.
ટોપ ગેનર અને ટોપ લુઝર
સેન્સેક્સ કંપનીઓમાં ટ્રેન્ટ લિમિટેડ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સન ફાર્મા, BEL, ભારતી એરટેલ, ટાટા મોટર્સ અને ટાઇટન કંપની લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. શરૂઆતના કારોબારમાં આ શેરોમાં 1 ટકા સુધીનો ઉછાળો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ટેક મહિન્દ્રા, ICICI બેંક, ઇટરનલ (ઝોમેટો), રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, HUL અને અદાણી પોર્ટ્સ ઘટેલા શેરોમાં સામેલ હતા. તેમાં 1.25 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો.
નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ અને નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.4 ટકા સુધીનો ઉછાળો જોવા મળી રહ્યો છે. ક્ષેત્રીય મોરચે, નિફ્ટી IT અને નિફ્ટી પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સ લાલ નિશાનમાં છે. જોકે, તેઓ નીચલા સ્તરથી ઉપર છે. જ્યારે નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ 1 ટકા ઉપર છે.
વધુ અપડેટ માટે જુઓ..
https://sandesh.com/stockmarket