એશિયન બજારોમાં ઘટાડા વચ્ચે ગુરુવારે ભારતીય શેરબજાર મોટા ઘટાડા સાથે ખુલ્યા ત્યારે શેરબજાર બંધ પણ લાલ નિશાનમાં જ થયુ છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઘટાડા સાથે બંધ થયા. સેન્સેક્સ 829 પોઇન્ટના ઘટાડા સાથે 76,034.57 અંકે બંધ થયું જ્યારે નિફ્ટી 227.10 પોઇન્ટના ઘટાડા સાથે 23,639.15 અંકે બંધ થયો.
મોટી કંપનીઓના શેર તૂટી પડ્યા
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા મજબૂત શેર 0.51% ઘટીને રૂ. 1383.95 પર બંધ થયા. HDFC બેંક 0.65% ઘટીને રૂ. 828.55 પર બંધ થયા, અને ભારતી એરટેલ 0.58% ઘટીને રૂ. 1795.60 પર બંધ થયા. ITC, ઇન્ફોસિસ, TCS અને એશિયન પેઇન્ટ્સ જેવા મુખ્ય FMCG અને IT શેરો પણ દબાણ હેઠળ આવ્યા.
ઓટો, મેટલ અને બેંકિંગ ક્ષેત્રોને સૌથી વધુ ફટકો પડ્યો. મારુતિ, SBI, કોટક બેંક અને એક્સિસ બેંકના શેરમાં તીવ્ર ઘટાડો થયો, જે 1.5% થી 1.74% સુધી હતો. ઇન્ડિગો (2.94%) અને લાર્સન એન્ડ ટુબ્રો (2.56%) જેવા શેર વધુ ઘટ્યા. જોકે, આ નિરાશા વચ્ચે, ટેક મહિન્દ્રા અને HCL ટેક જેવા પસંદગીના IT શેરોએ રોકાણકારોને સાધારણ લાભ સાથે થોડી રાહત આપી.
વિદેશી બજારોમાં વધતું દબાણ
આ તીવ્ર ઘટાડાનું કારણ ફક્ત સ્થાનિક પરિબળો હોઈ શકે નહીં. વિદેશી બજાર પણ નિરાશાજનક રહ્યું છે. એશિયન બજારોમાં ભારે નબળાઈ જોવા મળી રહી છે. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 848 પોઈન્ટ (1.54%) થી વધુ ઘટીને 54,177.15 પર પહોંચી ગયો. હોંગકોંગનો હેંગ સેંગ અને દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ પણ એક ટકાથી વધુ ઘટ્યો.