વૈશ્વિક બજારોમાં મળતા મિશ્ર પ્રતિસાદ વચ્ચે ભારતીય શેરબજારના અંતિમ સેશનમાં માર્કેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આઇટી શેરમાં વધારો છતાં અન્ય સેક્ટરમાં વેચવાલીને કારણે બજારમાં દબાણ જોવા મળી રહ્યું છે. ત્યારે બપોરે 3.30 કલાકે શેરબજાર લાલ નિશાનમાં ઘટાડા સાથે જ બંધ થયું.

શેરબજારમાં ઘટાડો 

સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયા. સેન્સેક્સ 930.29 પોઇન્ચના ઘટાડા સાથે જ 81318.32 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 311.85 પોઇન્ટના ઘટાડા સાથે 25184 અંકે બંધ થયો.

વૈશ્વિક બજારની સ્થિતિ


શુક્રવારે એશિયન બજારો મિશ્ર રહ્યા હતા. અગાઉ, યુએસ શેરબજારમાં ઘટાડો થયો હતો. યુએસમાં, Nvidia એ સારા ત્રિમાસિક પરિણામો નોંધાવ્યા હતા, પરંતુ તેના શેરમાં તીવ્ર ઘટાડો થયો હતો. આનાથી ટેકનોલોજી શેરો પર અસર પડી હતી. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 0.6 ટકા ઘટ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.1 ટકા ઘટ્યો હતો. ઓસ્ટ્રેલિયન બજારો મોટાભાગે સ્થિર રહ્યા હતા. યુએસમાં, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.03 ટકા વધ્યો હતો, પરંતુ S&P 500 0.54 ટકા ઘટ્યો હતો. નાસ્ડેક, જેમાં ટેક શેરોનો સમાવેશ થાય છે, 1.18 ટકા ઘટ્યો હતો.