ગુરુવારે 11 ડિસેમ્બરના રોજ એશિયન બજારોમાં તેજી વચ્ચે ભારતીય શેરબજાર લીલા નિશાનમાં ખુલ્યા. જોકે બેન્ચમાર્ક સૂચકાંકો નિફ્ટી-50 અને સેન્સેક્સ ખુલતાની સાથે જ ઘટ્યા હતા. પરંતુ થોડા કલાકોમાં જ બજાર લાલ નિશાનમાંથી લીલા નિશાનમાં સરકી ગયું હતું.
તેજી સાથે માર્કેટ બંધ
બપોરે 3.30 કલાકની વાત કરીએ તો સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં જ બંધ થયા. સેન્સેક્સ 426 પોઇન્ટના વધારા સાથે 84,818.13 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 140 પોઇન્ટના વધારા સાથે 25,898 અંકે બંધ થયો.
લીલા નિશાનમાં ખૂલ્યું હતું માર્કેટ
30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 84,456 પોઈન્ટ પર મજબૂત રીતે ખુલ્યો. ખુલ્યા પછી તરત જ તેમાં વધઘટનો અનુભવ થયો. સવારે 9.30 કલાકે +69.45 પોઈન્ટ અથવા 0.082 ટકા વધીને 84,407.63 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નિફ્ટી-50 25,771 પોઈન્ટ પર ખુલ્યો. શરૂઆતના ટ્રેડિંગમાં ઇન્ડેક્સમાં વધઘટ જોવા મળી રહી છે. સવારે 9.30 કલાકે તે 42 પોઈન્ટ અથવા 0.16 ટકા વધીને 25,800 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
વૈશ્વિક બજારોની શું છે સ્થિતિ?
મોટાભાગના એશિયન બજારોમાં તેજી જોવા મળી. ચીનનો CSI 300 ઇન્ડેક્સ 0.3 ટકા, હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 0.66 ટકા અને દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 0.67 ટકા વધ્યો. જોકે, જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 0.39 ટકા ઘટ્યો. આ દરમિયાન, યુએસ શેરબજારોમાં તેજી જોવા મળી. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 1.05 ટકા, S&P 500 0.67 ટકા અને નાસ્ડેક 0.3 ટકા વધ્યો.
ફેડરલ રિઝર્વના વ્યાજ દરમાં ઘટાડા બાદ, LSEG ડેટા અનુસાર, કોમોડિટી બજારમાં ચાંદીના ભાવ $62.6 પ્રતિ ઔંસના નવા રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યા. ગુરુવારે સવારે યુએસ ડોલર ઇન્ડેક્સ 98.54 ની નીચી સપાટીએ પહોંચી ગયો.
આ પણ વાંચો-Shani Dev: ઉતરી ગઇ શનિની સાડાસાતી, 2026માં આ રાશિના શરૂ થશે અચ્છે દિન