શેરબજાર બુધવારે ફ્લેટ બંધ થયુ છે. સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાનમાં બંધ થયા. સેન્સેક્સ પોઇન્ટના +123.42 (0.15%) વધારા સાથે 82,515.14 અંક પર બંધ થયો જ્યારે નિફ્ટી +22.10 (0.088%) પોઇન્ટના વધારા સાથે 25,126.35 અંક પર બંધ થયો. .નિફ્ટી સામાન્ય વધારા સાથે 25150ની નજીવ કારોબાર કરી રહ્યો છે.
લીલા નિશાને માર્કેટ બંધ
RIL, ICICI M&Mએ સપોર્ટ કર્યુ છે. બેંક નિફ્ટીમાં થોડુ દબાણ જોવા મળી રહ્યું છે. પરંતુ મિડકેપ અને સ્મોલકેપમાં રોનક યથાવત છે. તેલ ગેસ શેર્સમાં આજે જોરદાર તેજી જોવા મળી રહી છે. ઓઇલ લગભગ 4 ટકાના ઉછાળા સાથે ટોપ ગેનર બન્યો, સાથે જ બીપીસીએલ, આઇઓસી અને ઓએનજીસીમાં પણ સારી ખરીદી જોવા મળી.
ટોપ લૂઝર અને ટોપ ગેનર
એચસીએલ ટેક્નોલોજી, ઇન્ફોસીસ, વિપ્રો, ટેક મહિન્દ્રા, ઓએનજીસી નિફ્ટીના ટોપ ગેનર રહ્યા. જ્યારે શ્રી રામ ફાઇનાન્સ, પાવર ગ્રિડ, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ એન્ડ ભારત ઇલેક્ટ્રોનિક્સ નિફ્ટીના ટોપ લૂઝર રહ્યા.
સેક્ટોરલ ફ્રન્ટ જોઇએ તો એફએમસીજી, પાવર, પીએસયૂ બેંક ઇન્ડેક્સ 0.05-1 ટકા સુધી ઘટેલા જોવા મળ્યા. જ્યારે ફાર્મા, આઇટી, ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ 0.5-1.2 ટકા વધીને બંધ થયા.
મંગળવારે શું હતી માર્કેટની સ્થિતિ ?
શેરબજારમાં મંગળવારે ઘટાડાનો દોર જોવા મળ્યો સ્થાનિક શેરબજારમાં સવારે 9.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ 120 પોઇન્ટના ઘટાડા સાથે 82,325 અંક પર ખૂલ્યો હતો જ્યારે નિફ્ટી 28.50 પોઇન્ટના ઘટાડા સાથે અંક પર ખૂલ્યો હતો.
સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયા હતા. બપોરે 3.30 કલાકની વાત કરીએ તો સેન્સેક્સ 93.80પોઇન્ટના ઘટાડા સાથે 82,351 અંક પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 11.65 પોઇન્ટના ઘટાડા સાથે 25,091 અંક પર બંધ થયો હતો.
વૈશ્વિક બજારોમાં શું મળે છે સંકેત ?
એશિયાઇ બજારોમાં બુધવારે તેજી જોવા મળી છે. રોકાણકારોની નજર અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી વેપાર વાર્તા પર છે. અમેરિકી વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે આ વાતચીતને સારી ગણાવી. બંને દેશોના અધિકારીઓ વચ્ચે મંગળવારે પણ ચર્ચા ચાલુ રહી.
અમેરિકી નાણામંત્રી સ્કોટ બેસેન્ટએ આ વાતચીતથી અલગ થવાની જાહેરાત કરી પરંતુ વાણિજ્ય મંત્રી લ્યુટનિક અને અમેરિકી વેપાર પ્રતિનિધિ જેમીસન ગ્રીર દ્વારા વાર્તા ચાલુ રાખવાની આશા છે. જે જરૂર લાગે તો બુધવારે સુધી ચાલી શકે છએ.
આ વચ્ચે જાપાનના નિક્કેઇ ઇડેક્સમાં 0.33 ટકાની વૃદ્ધિ થઇ. જ્યારે બ્રોડર ટૉપિક્સ ઇન્ડેક્સમાં 0.014 ટકાની વૃદ્ધિ થઇ. કોસ્પીમાં 0.56 ટકાની વૃદ્ધિ થઇ અને AX200માં 0.36 ટકાની વૃદ્ધિ થઇ.
અમેરિકામાં રાતભર વેપાર ચર્ચાઓને લઇને પોઝિટીવીટી જોવા મળતા શેરબજારોમાં વધારો જોવા મળી રહ્યો છે. ડોવ જોન્સમાં 0.25 ટકાનો વધારો નોંધાયો. એસએન્ડપી 500માં 0.55 ટકાનો વધારો અને નૈસ્ડેકમાં 0.63 ટકાનો વધારો થયો. બંને ઇન્ડેક્સમાં સતત ત્રીજા સેશનમાં વધારો જોવા મળી રહ્યો છે.
વધુ અપડેટ માટે જુઓ..
https://sandesh.com/stockmarket
