બુધવારે શેરબજાર લાલ નિશાનમાં બંધ થયુ છે., સવારે માર્કેટ નજીવા વધારા સાથે લીલા નિશાનમાં ખૂલ્યુ હતું પરંતુ થોડી જ મિનિટોમાં માર્કેટ લાલ નિશાનમાં જોવા મળ્યુ. બપોરે 3.30 કલાકે સેન્સેક્સ −312.68 પોઇન્ટના ઘટાડા સાથે 83,384.61 અંક પર બંધ થયો. જ્યારે નિફ્ટી −98.00 પોઇન્ટના ઘટાડા સાથે 25,443.80 અંક પર બંધ થયો. મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં દબાણ જોવા મળ્યુ. 8 દિવસના વધારા બાદ આજે મિડકેપ ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો. રિયલ્ટી, પીએસઇ, બેંકિંગ શેરમાં વેચાણ જોવા મળ્યુ. મેટલ, ઓટો અને ફાર્મા ઇન્ડેક્સ વધારા પર બંધ થયા.
ટોપ લુઝર અને ટોપ ગેનર
નિફ્ટીના શેરોમાં ઇન્ફોસિસ, હીરો મોટોકોર્પ, આઇસીઆઇસીઆઇ બેંક, ટીસીએસ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ સૌથી વધુ વધ્યા હતા. જ્યારે ઇન્ડસઇન્ડ બેંક, એશિયન પેઇન્ટ્સ, ટ્રેન્ટ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, નેસ્લે ઇન્ડિયા નિફ્ટીના શેરોમાં સૌથી વધુ ઘટાડો દર્શાવે છે. આઇટી ઇન્ડેક્સ 1 ટકા, મેટલ ઇન્ડેક્સ 0.7 ટકા અને ફાર્મા ઇન્ડેક્સ 0.5 ટકા વધ્યા હતા.
આ 10 શેર ખુલતાની સાથે જ ઉછળ્યા હતા
જો આપણે બુધવારે સૌથી ઝડપથી ખુલેલા શેરો પર નજર કરીએ તો ટેક કંપનીઓ આ બાબતમાં આગળ હતી. ઇન્ફોસિસનો શેર લગભગ 2 ટકાના ઉછાળા સાથે ખુલ્યો, જ્યારે ટાટા ગ્રુપની આઇટી કંપની ટીસીએસનો શેર પણ લગભગ 1 ટકા વધ્યો. મિડકેપ કેટેગરીની વાત કરીએ તો, ટાટા કોમ્યુનિકેશન શેર (2.20%), એસ્કોર્ટ્સ શેર (2.10%), જીએમઆર એરપોર્ટ્સ શેર (1.90%) અને આઇજીએલ શેર (1.70%) તેજી સાથે ટ્રેડ કરી રહ્યા હતા.
જો આપણે સ્મોલકેપ કંપનીઓ પર નજર કરીએ તો, ગેબ્રિયલ શેર (20%), વિનસ પાઇપ્સ શેર (7.39%), આઇઆરએમ એનર્જી શેર (7.25%) અને રાઇટ્સ શેર (7.06%) તેજી સાથે ટ્રેડ કરી રહ્યા હતા.
વૈશ્વિક સ્તરે શેરબજારની સ્થિતિ ?
એશિયા પેસિફિકમાં આજે શેરમાર્કેટની સુસ્ત શરૂઆત રહી. રોકાણકારો અમેરિકી ફેડ ચેરમેન પૉવેલની વાતોને લઇને સતર્ક જોવા મળ્યા. તેઓએ મંગળવારે કહ્યું હતું કે જો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ દર ન લગાવતા તો ફેડ અત્યાર સુધીમાં વ્યાજદરોમાં ઘટાડો કરી દેત.
આ વચ્ચે જાપાનનો નિક્કેઇ ઇન્ડેક્સ 0.9 ટકા ઘટ્યો, જ્યારે ટોપિક્સમાં 0.24 ટકાનો ઘટાડો થયો. કોસ્પી 0.45 ટકા તૂટ્યો
ઓસ્ટ્રેલિયાનો ASX 200 ઇન્ડેક્સ 0.42 ટકાની તેજી સાથે અપટ્રેન્ડમાં રહ્યો.
અમેરિકી સ્ટોક ફ્યૂચર્સ આજે એશિયાઇ ટ્રેડિંગમાં સ્થિર જોવા મળ્યા. વોલ સ્ટ્રીટમાં અથવાડિયાની શરૂઆતમાં સ્ટોક્સને લઇને ઓછો જોશ જોવા મળ્યો.
અમેરિકી બજારની સ્થિતિ જોઇએ તો, મંગળવારે શેર બજારમાં S&P 500 ઇન્ડેક્સ 0.11 ટકા ઘટીને 6,198.01 પર બંધ થયો. જ્યારે Nasdaq Compositeમાં 0.82 ટકાનો ઘટાડો રહ્યો જે 20,202.89 પર બંધ થયો. Dow Jonesએ સારુ પર્ફોમ કર્યુ. તે 0.91 ટકા વધીને 44,494.94 પર બંધ થયો.
વધુ અપડેટ માટે જુઓ..
https://sandesh.com/stockmarket