શેરબજારમાં ઘટાડો વધુ તીવ્ર બન્યો છે. નબળી શરૂઆત બાદ, બજાર પર વેચવાલોનું વર્ચસ્વ વધુ મજબૂત થયું છે.શેર માર્કેટ લાલ નિશાનમાં બંધ થયુ છે. સેન્સેક્સ −318.55 પોઇન્ટના ઘટાડા સાથે 81,592.45 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી −155.05 પોઇન્ટના ઘટાડા સાથે 25,144.30 અંકે બંધ થયો.
KPI Green Energyના શેરમાં 3%નો ઘટાડો
બીજા ત્રિમાસિક ગાળા (Q2) માટે ચોખ્ખા નફામાં ૨૧%નો ઘટાડો નોંધાયા બાદ, KPI Green Energyના શેરમાં 3%થી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. કંપનીની આવક વાર્ષિક ધોરણે 16% વધીને રૂ. 741 કરોડ પર પહોંચી છે.
ત્રિમાસિક પરિણામો બાદ IRCTCના શેરમાં 3%નો ઘટાડો
શુક્રવારે 'ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન' (IRCTC)ના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર કંપનીનો શેર 3% ઘટીને 456.80 રૂપિયા પર આવી ગયો હતો. સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના નબળા પરિણામોને કારણે શેર પર દબાણ જોવા મળ્યું હતું. નાણાકીય વર્ષ 2026-27 ના બીજા ત્રિમાસિક ગાળામાં, IRCTCનો ચોખ્ખો નફો (તેની પેટાકંપનીઓ સહિત) વાર્ષિક ધોરણે 22.9 % ઘટીને 264 કરોડ રૂપિયા થયો છે.
Alkem Laboratories ના શેરમાં 3% નો ઘટાડો
NSE પર Alkem Laboratories ના શેર 3.20 ૦% ઘટીને રૂ.5132.50 પર ટ્રેડ થઈ રહ્યા હતા. સપ્ટેમ્બર ક્વાર્ટર માટે, કંપનીના સ્ટેન્ડઅલોન નફામાં 3.1 % નો ઘટાડો નોંધાયો છે, જ્યારે આવકમાં 20.8 % નો વધારો થયો છે. Nuvama એ રૂ. 6130 ના ટાર્ગેટ ભાવ સાથે 'BUY' (ખરીદવાની) રેટિંગ આપ્યું છે, જ્યારે Motilal Oswal એ રૂ. 5890 ના ટાર્ગેટ સાથે 'Neutral' (તટસ્થ) રેટિંગ આપ્યું છે. બીજી તરફ, અમેરિકાના વ્યવસાયમાં રહેલા પડકારોને ટાંકીને, Choice Broking એ રૂ. 5540 ના ટાર્ગેટ ભાવ સાથે 'REDUCE' (ઘટાડવાની/વેચવાની) રેટિંગ આપ્યું છે.
શેરબજારમાં આટલો ઘટાડો કેમ ?
આજે શેરબજારમાં આવેલા ઘટાડા પાછળ બે મુખ્ય કારણો હતા. ઓક્ટોબર મહિના માટે ભારતનો છૂટક ફુગાવાનો દર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા નિર્ધારિત ૬%ની મહત્તમ મર્યાદાને વટાવી ગયો છે. આ બાબત વધતા ફુગાવા અને કમાણીમાં ઘટાડા બંનેનો સંકેત આપે છે, જેના કારણે શેરબજારમાં મોટા પાયે વેચવાલી જોવા મળી છે.
બીજું કારણ કાચા તેલના ભાવમાં થયેલો નવો ઉછાળો છે. ગઈકાલે $૯૧ પરથી વધ્યા બાદ, હવે કાચા તેલનો ભાવ પ્રતિ બેરલ $૯૫ની સપાટીને પાર કરી ગયો છે. તેલના ભાવમાં આવેલો આ ઉછાળો ઈરાન અંગે ટ્રમ્પ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી ટિપ્પણીઓને પગલે જોવા મળ્યો છે.
આ પણ વાંચો: Coriander Chutney: કોથમીરની ચટણી કેટલા દિવસ સારી રહે છે ? જાણો સિક્રેટ રેસિપી
