ભારતીય શેરબજારમાં બુધવારે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયા. બપોરે 3.30  કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ −193.28 પોઇન્ટના ઘટાડા સાથે 83,519.23 અંક પર બંધ થયો જ્યારે નિફ્ટી પોઇન્ટના −58.15 ઘટાડા સાથે 25,464.35 અંક પર બંધ થયો. 

લાલ નિશાનમાં ખૂલ્યું હતું 

એશિયાઇ બજારોમાં મિશ્ર વલણો વચ્ચે સ્થાનિક શેર બજાર બુધવારે લાલ નિશાનમાં ખૂલ્યું . સવારે 9.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ −181.89 પોઇન્ટના ઘટાડા સાથે 83,530.62 અંક પર ખૂલ્યો જ્યારે નિફ્ટી −47.00 પોઇન્ટના ઘટાડા સાથે 25,475.50 અંક પર ખૂલ્યો હતો.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ યોજના, ચીનના નાણાકીય નીતિના આંકડા, વિદેશી રોકાણકારોનું વલણ, પ્રાઇમરી માર્કેટની ગતિવિધિ અને વૈશ્વિક બજારોમાંથી મળતા સંકેતોને આધારે બેંચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીની દિશા નક્કી કરે છે.

ગ્લોબલ માર્કેટમાંથી શું મળે છે સંકેત ?

  • એશિયાઇ બજારોમાં બુધવારે મિશ્ર વલણો જોવા મળ્યા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે 1 ઓગષ્ટ સુધી ટેરિફ નહી વધારવામાં આવે.
  • જાપાનનો નિક્કેઇ ઇન્ડેક્સ 0.18 ટકા અપ રહ્યો.
  • ટોપિક્સ ઇન્ડેક્સમાં 0.19 ટકા વધ્યો.
  • દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 0.19 ટકા વધ્યો.
  • ઓસ્ટ્રેલિયામાં એએસએક્સ 200 ઇન્ડેક્સ 0.59 ટકા ઘટ્યો.
  • વૉલ સ્ટ્રીટમાં માર્કેટમાં લગભગ સ્થિર જોવા મળ્યા.
  • એસએન્ડપી 500 ઇન્ડેક્સ 0.07 ટકા ઘટીને 6,225.52 પર બંધ થયો.
  • નૈસ્ડૈક કંપોઝિટ 0.03 ટકા વધીને 20,418.46 પર બંધ થયો.
  • ડૉવ જોન્સ 0.37 ટકા ઘટાડા સાથે 44,240 પરં બધ થયો.
  • રોકાણકારો ફેડરલ રિઝર્વની બેઠકની મિનિટ્સની રાહ જોઇ રહ્યા છે.


 વધુ અપડેટ માટે જુઓ..

https://sandesh.com/stockmarket